ખેતરમાં કામ કરતી દીકરીએ દુનિયાની સૌથી મોટી યુનિવર્સીટીમાં અભ્યાસ કરી અને અમેરિકાની નોકરી છોડી દેશની સેવામાં જોડાઈ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આવેલા એક નાના શહેર કુંદરકીનો રહેવાસી ઇલ્મા અફરોઝએ ખેતરોમાં કામ કરવાથી લઈને ઓક્સફર્ડ સુધીનો સફર કરી છે અને ત્યારબાદ અમેરિકાના ન્યુયોર્કમાં નોકરી છોડીને તેમણે UPSCની સિવિલ પરીક્ષા પાસ કરીને લોકોની સેવા કરવાનું કામ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઇલ્મા અફરોઝનએ માત્ર 14 વર્ષની ઉંમરે તેના પિતા ગુમાવ્યા હતા. ઇલ્માના પિતા કેન્સરથી મૃત્યુ પામ્યા અને તેનું અવસાન થયું. આ પછી, આખા કુટુંબની જવાબદારી તેની માતા પર હતી, માતાએ પુત્રી અને 12 વર્ષના પુત્રની સંભાળ રાખવા ખૂબ જ સંઘર્ષ કર્યો. ઇલ્માની માતા ખેતી કરતી હતી અને તે જ પૈસાથી પરિવારનો ગુજારો કરતી હતી. ઇલ્મા અફરોઝ પણ બાળપણથી જ તેની માતાને ખેતરના કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધી હતી અને તે દરમિયાન તેણે અભ્યાસ છોડી દીધો નહોતો.

ખાનગી અહેવાલ મુજબ, મુરાદાબાદથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી, ઇલ્મા અફરોઝે દિલ્લીના સેન્ટ સ્ટીફેન્સમાં પ્રવેશ મેળવ્યો અને ફિલોસોફીમાં સ્નાતક થયા હતા. ઇલ્મા પોતાના સેન્ટ સ્ટીફેન્સ ત્યાં વિતાવેલ વર્ષોને તેના જીવનનો શ્રેષ્ઠ સમય માને છે, જ્યાં તે ઘણું શીખ્યા છે. ઇલ્મા અફરોઝની મહેનતને કારણે તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મળી અને ત્યાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ પણ ખુશ થવાને બદલે તેના ગામ લોકોએ તેની માતાને કહેવાનું શરૂ કર્યું કે તમારી છોકરી હાથમાંથી ગઈ છે, હવે તે પાછા આવશે નહીં.

ઇલ્મા અફરોઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વિદેશમાં અભ્યાસનો અને રહેવાનો ખર્ચ શિષ્યવૃત્તિમાંથી થવાનો હતો, પરંતુ તે સમયે વિદેશ જવા માટે તેમની પાસે ટિકિટના પૈસા નહોતા. આ પછી તે મદદ માટે ગામના ચૌધરી દાદા પાસે પહોંચી અને વિદેશમાં અભ્યાસ વિશે જણાવ્યું. તે પછી તેણે મદદ કરી. યુકેમાં તેનો બાકીનો ખર્ચ પૂરો કરવા માટે, ઇલ્મા ક્યારેક બાળકોને ટ્યુશન શીખવતા, તો ક્યારેક નાના બાળકોની સંભાળ લેતા.

સ્નાતક થયા પછી, ઇલ્મા અફરોઝ સ્વયંસેવક કાર્યક્રમમાં જોડાવા માટે ન્યુ યોર્ક ગઈ, જ્યાં તેને ફાઇનાન્સિયલ એસ્ટેટ કંપનીમાં સારી નોકરીની ઓફર મળી હતી. જો ઇલ્મા ઇચ્છતી હોત તો તે આ ઓફર લઇને વિદેશમાં સ્થાયી થઈ હોત, પરંતુ તેના મનમાં એવો સવાલ આવ્યો કે, મારે મારા પ્રિયજનોને છોડીને કેમ બીજા કોઈ દેશમાં સ્થાયી થવું જોઈએ? તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારા શિક્ષણ પર પહેલા મારા દેશ અને મારી માતાનો અધિકાર છે.

ન્યૂયોર્કથી પાછા આવ્યા પછી, ઇલ્મા અફરોઝે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. અંતે ઇલ્માએ વર્ષ 2017 માં યુપીએસસી પરીક્ષાને 21 વર્ષની વયે 26 વર્ષની વયે ક્લિઅર કરી હતી. જ્યારે સેવા પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે આઈપીએસ પસંદ કર્યો અને હિમાચલ પ્રદેશ કેડરમાં તેમની આઇપીએસ નિમણૂક થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *