અમેરિકાના પેન્સિલ્વેનીયા ફિલાડેલ્ફિયામાં રહેતી 20 વર્ષીય પૈગ ડીએંજેલો ડબલ પ્રજનન પ્રણાલી ધરાવે છે. મેડીકલ ભાષામાં, તેને યુટ્રેસ ડિડેલફીસ કહેવામાં આવે છે, એટલે કે કોઈપણ સ્ત્રીના શરીરમાં બે યોનિઓ, બે ગર્ભાશય અને બે ગર્ભાશય ગ્રીવા હોય છે.
ડેઇલીમેલના અહેવાલ મુજબ, બે પ્રજનન પ્રણાલીને કારણે પૈગ ડીએંજેલોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડીએંજેલોમાં પણ બે માસિકસ્ત્રાવ હોય છે, જેનો અર્થ એ છે કે, તેણી ગર્ભવતી થશે અને જ્યાં સુધી તેને અન્ય લક્ષણો ન લેખાય ત્યાં સુધી તેણે આ વિષે ખબર નહીં પડે.
રિપોર્ટ અનુસાર, પૈગ ડીએંજેલો એક જ સમયે તે તેમના બંને ગર્ભાશયમાં ગર્ભવતી થઈ શકે છે, કારણ કે તેની બંને પ્રજનન પ્રણાલી યોગ્ય રીતે કાર્ય કરે છે.
પૈગ ડીએંજેલો 18 વર્ષની ઉંમરે આ દુર્લભ શારીરિક સ્થિતિ વિશે જાણતી ન હતી. જો કે, 2 વર્ષ પહેલાં જ્યારે તે અનિયમિત માસિકસ્ત્રાવને લઈને સ્ત્રીરોગચિકિત્સક પાસે ગઈ હતી, ત્યારે આ વાત બહાર આવી હતી. ડીએંજેલો કયારેક ક્યારેક 15 દિવસની અંદર માસિકસ્ત્રાવમાં થઇ જાય છે.
પૈગ ડીએંજેલોએ કહ્યું કે, જ્યારે પણ હું લોકોને મારી પરિસ્થિતિ વિશે કહું છું, લોકો ચોંકી જાય છે. તેમ છતાં દરેક લોકોને લાગે છે કે, બે યોનિઓ મારા શરીરના બાહ્ય ભાગમાં દેખાય છે. ત્યારે તેઓએ સમજાવવું પડે છે કે આવું નથી. જો આવું હોય તો તેને આ વાતની જાણ અગાઉ હોત. ડીએંજેલોએ જણાવ્યું કે, એમઆરઆઈ કર્યા પછી ત્યારે આ બહાર આવ્યું છે.
પૈગ ડીએંજેલોએ કહ્યું હતું કે, ‘ઘણીવાર મારી સેક્સ લાઇફ વિશે લોકો અનેક સવાલો ઉભા કરે છે અને પછી તેમને ખાતરી આપવી પડે છે કે આને કારણે મારી સેક્સ લાઇફમાં કોઈ સમસ્યા નથી. ડીએંજેલોએ કહ્યું કે, ફેસબુક અને ટિકટોક દ્વારા હું આ પ્રકારની શારીરિક સ્થિતિથી પીડાતી છોકરીઓ સાથે જોડાયેલ છું. મોટાભાગની મહિલાઓએ ગર્ભપાતનો સામનો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.