કોરોનાના સમયગાળામાં ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે, ત્યારબાદ ઘણા લોકોએ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે. આ સમયગાળા દરમિયાન, અમેરિકાની એક મહિલાનો સોસિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કહી રહી છે કે તેણે નર્સની નોકરી છોડી દીધી અને પોતાનો નવો ધંધો શરૂ કર્યો અને આજે કરોડોની કમાણી કરી છે.
મળતી માહિતી અનુસાર, અમેરિકામાં રહેતી ઇસાબેલ સાંચેઝે જણાવ્યું હતું કે, કોલેજ પૂર્ણ થયા બાદ તેણે નર્સ તરીકેની નોકરી લીધી હતી, પરંતુ એક વર્ષ પછી તેણે નોકરી છોડી દીધી અને પોતાનો બિજનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો.
ઇસાબેલ સાંચેઝે ટિકટોક પર વીડિયો શેર કરીને કહ્યું છે કે, જ્યારે તેણીએ નર્સ તરીકેની નોકરી છોડીને પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરી ત્યારે તેના ખાતામાં લગભગ 143 પાઉન્ડ એટલે કે, ભારતના લગભગ 14,700 રૂપિયા હતા. ઇસાબેલ સાંચેઝેના ટિકટોક પર 40 હજારથી વધુ ફોલોવર્સ છે અને તેનું બ્રાન્ડ નામ રેઝિલિયન્ટલી-મી છે, જે મહિલા નવી નવી ફેશનના કપડા વેચે છે.
ઇસાબેલ સાંચેઝે જણાવ્યું કે ગ્રેજ્યુએશન પછી તેની પાસે 70 હજાર ડોલરની એજ્યુકેશન લોન હતી, પરંતુ બિઝનેસ શરૂ કર્યા પછી, આજે તેણી સેલેરી ૧૦ લાખ પાઉન્ડ કરતા પણ વધારે છે. આ સાથે, ઇસાબેલે કહ્યું કે તે 25 વર્ષની ઉંમરે તે નર્સિંગની નોકરી માંથી નિવૃત્તિ લીધી હતી અને આજે ઘણા પ્રયાસો બાદ સારી કમાણી કરી રહી છે.
ઇસાબેલ સાંચેઝે કહ્યું કે, તે તેના પતિ શેન અને પુત્ર સાથે મિયામીમાં તેમના ‘ડ્રીમ પેન્ટહાઉસ’ માં શિફ્ટ થઈ ગયા છે. ટિકટોક પર વીડિયો શેર કરીને ઇસાબેલએ પોતાની વૈભવી જીવનશૈલીની ઝલક આપી છે અને કહ્યું કે અત્યાર સુધી તે ઘણી વખત વેકેશનમાં કોસ્ટા-રિકા ફરવા ગઈ છે અને તેના પુત્રના કોલેજ શિક્ષણ માટે પણ ઘણા પૈસા બચાવ્યા છે.
ટિકટોક પર વીડિયો શેર કર્યા બાદ, ઇસાબેલ સાંચેઝને ટ્રોલનો પણ ઘણો સામનો કરવો પડ્યો અને કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે તેણે તેના ધંધા માટે માતાપિતા પાસેથી પૈસા લીધા હશે. આનો જવાબ આપતા ઇસાબેલે તેના બીજા વીડિયોમાં કહ્યું કે તેણે પોતાના બેંક ખાતામાં રહેલા પૈસા ખર્ચ્યા છે અને આ ધંધો શરૂ કરવા માટે કોઈએ તેની મદદ કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.