સ્વાસ્થ્ય મંત્રીએ જણાવી કોરોનાથી બચવાની રસી ની વિગતો- ફટાફટ જાણો અહી

હાલ આખું વિશ્વ કોરોનાથી બચવા માટેની દવા શોધી રહી છે. પણ કોઈ પણ દેશને સફળતા મળી નથી. કોરોના વાયરસના કારણે વિશ્વએ લાખો લોકો ગુમાવી દીધા છે. લોકો કોરોનાના ડરથી ઘરની બહાર ઓછા નીકળે છે અને પોતે ઘણીબધી સાવધાનીઓ વર્તી રહ્યા છે. આવા સમયે સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાની બે મોટી દવા જણાવી છે.

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જણાવતા કહે છે કે, કોરોના સામે લડવા માટે શારીરિક અંતર અને વર્તણૂકમાં શિષ્ટાચાર સૌથી ઉત્તમ “સામાજિક રસી” છે; “દર્દીઓનો સાજા થવાનો દર વધીને 37.5% થયો છે અને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે”.

થોડા સમય પહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવતા કહ્યું હતું કે, “છેલ્લા 14 દિવસમાં કેસો બમણા થવાનો દર 11.5 હતો જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં તે સુધરીને 13.6 થયો છે.” સાથે-સાથે તેઓએ ઉમેર્યું હતું કે, કોરોનાથી પીડિત દર્દીઓનો મૃત્યુદર ઘટીને 3.1% થયો છે જ્યારે સાજા થવાનો દર 37.5% થયો છે.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારત અત્યારે નવી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, વારંવાર સાબુથી ઓછામાં ઓછી વીસ સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો; જાહેર જગ્યાએ ન થુંકવું; કાર્યસ્થળ અને ટેબલટોપ જેવી વારંવાર સ્પર્શમાં આવતી સપાટીનું સેનિટાઇઝેશન કરવું;

હંમેશા જાહેર સ્થળે ફેસ કવર પહેરવું જેથી પોતાની જાત ઉપરાંત અન્ય લોકોની સલામતી સુનિશ્ચિત થાય અને શ્વસન સંબંધિત યોગ્ય સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવું આ બધાનું પાલન આવશ્યક છે. તેમણે જણાવતા કહ્યું હતું કે, શારીરિક અંતર આપણા માટે સૌથી અસરકારક સામાજિક રસી છે અને આથી, કોઇપણ અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં આવીએ ત્યારે ‘દો ગજ કી દૂરી’ એટલે કે બે મીટરનું અંતર જળવાઇ રહે અને વર્ચ્યુઅલ મિલનનું આયોજન કરીને પ્રત્યક્ષ સંપર્ક થાય તેવા સામાજિક મેળાવડાનું આયોજન સિમિત કરવામાં આવે તે સલાહભર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *