ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે જ્યાં એક સૈનિકે અપંગ ઇ-રિક્ષા ચાલકને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન દિવ્યાંગની પત્ની પોલીસને વિનંતી કરતી રહી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, આ ઘટના કન્નૌજના ઈન્દરગઢમાં આવેલ સૈરીખ ચૌરહાની છે, એસપી અમરેન્દ્ર પ્રસાદસિંહે કહ્યું કે, ફરજ પરનો પોલીસ કર્મચારી કિરણ પાલ હતો. તેઓને ખબર પડી કે, રોડ વચ્ચે જ ઈ-રિક્ષા રોકીને સુદીપ નામનો દિવ્યાંગ બેઠો હતો. આરોપ છે કે, સુદીપ અને પોલીસ વચ્ચે આ બાબતે દખલ કરવા અંગે દલીલ થઈ હતી.
સુદીપ અને પોલીસ વચ્ચે થયેલ દલીલ પછી આ આખી ઘટના મારામારીમાં ફેરવાઈ ગઈ. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવામાં આવ્યું છે કે, પોલીસ દિવ્યાંગને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ ગયો અને પછી તેને ધક્કો મારીને જમીન પર પડી દીધો. આ દરમિયાન અન્ય પોલીસકર્મીઓ પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. પોલીસે દિવ્યાંગને લાત અને મુક્કાથી પણ માર માર્યો છે. ઈજાગ્રસ્ત દિવ્યાંગકલાકો સુધી કોટવાલીમાં તડપી રહ્યો હતો.
थाना सौरिख पर दिव्यांग व्यक्ति के साथ घटित दुर्भाग्यपूर्ण घटना के संबंध में प्रभारी निरीक्षक सौरिख की रिपोर्ट प्राप्त होते ही Sp #kannaujpolice द्वारा सख्त कार्यवाही की गई।दिव्यांग के साथ दुर्व्यवहार करने वाले आरोपी आरक्षी को तत्काल प्रभाव से निलंबित कर जाँच के आदेश दिए गए।
— kannauj police (@kannaujpolice) September 18, 2020
હાલમાં આરોપી પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કન્નૌજ પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં એક વિકલાંગ વ્યક્તિ સાથે બનેલી દુર્ઘટનાની ઘટનાના સંદર્ભમાં ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સૌરીખનો રિપોર્ટ આવતા જ એસપીએ કડક કાર્યવાહી કરી છે. દિવ્યાંગ સાથે દુર્વ્યવહારના આરોપી પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા.
અગાઉ એસપી અમરેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, તપાસ બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસે કાબૂ ગુમાવવો ન જોઈએ. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સુદીપ ઇ-રિક્ષા ચલાવીને તેના પરિવારનું ભરણપોષણ કરે છે. સુદીપની પત્ની ગર્ભવતી છે. શુક્રવારે તે પોતાની પત્નીને ઇ-રિક્ષા પર હોસ્પિટલના ચેકઅપ માટે લઇ રહ્યો હતો.
ये जो निर्दयी सिपाही दिख रहा,देखो कैसे वर्दी की हनक दिखा रहा है,गरीब दिव्यांग को किस तरह धक्का देकर जमीन पर गिराकर, पीटकर लहूलुहान किया, #गर्भवती पत्नी रोती बिलखती रही लेकिन इस निर्दयी सिपाही को दया तक नहीं आई,कन्नौज के सौरिख के सदर बाजार का मामला. @Uppolice pic.twitter.com/kLTJf9SCpK
— Yogita Bhayana (@yogitabhayana) September 18, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en