સુરત પોલીસબેડામાં એક જ ચર્ચા: કંટ્રોલરૂમમાં મુકાયેલા PI એ પોતાના બંગલામાં પોલીસ સ્ટેશનનો સામાન વાપર્યો

Published on Trishul News at 4:07 PM, Sun, 5 November 2023

Last modified on November 5th, 2023 at 4:07 PM

સુરતનું અલથાણ પોલીસ સ્ટેશન (Althan Police) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અગાઉ પીઆઈ ભરવાડ અને પીએસઆઈની બદલી ટ્રાફિકમાં કરવામાં આવી હતી. હવે આ વખતે પીઆઈ બી.બી. કરપડા (PI B B Karapada) વિવાદમાં આવતા તેમની પોલીસ કંટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી છે. અને તેમની જગ્યા પર કંટ્રોલરૂમના પીઆઈ એન.કે. ડામોરની અલથાણ પોલીસ સ્ટેશન માં નિમણુંક કરાઈ છે.

અલથાણ પીઆઈ કરપડાની કંટ્રોલરૂમમાં અચાનક બદલી કરી દેવામાં આવતા આ મુદ્દો દિવસભર શહેરના પોલીસબેડામાં ખાસ્સી ચર્ચાનો વિષય બન્યો હતો. એવી પણ વાત સામે આવી રહી છે કે ડભોલી વિસ્તારમાં બની રહેલા બાંધકામને લઈ બિલ્ડરને વાંકું પડયું હોવાની આશંકા છે. જેને લઈ મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો હતો. જેના કારણે બદલી કરાઈ હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે.

પોલીસબેડાની ચર્ચા મુજબ માનીએ તો ડભોલીમાં કરોડોની કીમતનો બંગલો બને છે, તેમાં અલથાણ પોલીસ સ્ટેશન માટે આવતો સામાન બારોબાર અક્ષરદીપ સોસાયટીમાં પહોંચતો હતો. સુરત કમિશનરશ્રીએ તપાસ કરાવે તો પીઆઈ વિરુદ્ધ હજુ એક્શન લેવાય તેમ છે. પોતાના માથે કોઈ મોટી વ્યક્તિનો હાથ હોવાથી બી બી કરપડાને સુરત બહાર કોઈ મોકલી ન શકે એવી ચર્ચા પોલીસબેડામાં તેજ બની છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કાપડના વેપારીને સ્મગલીંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અલથાણ પોલીસે 6 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. તોડ કરવાની આ ઘટના પણ ચાલુ વર્ષે 2023માં જાન્યુઆરીમાં મહિનામાં બની હતી. જેમાં અલથાણ પીઆઈ અને પીએસઆઈની ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી હતી. જયારે બે પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહિ આ 6 લાખ રૂપિયાના તોડકાંડને લઈ પોલીસે વેપારીની ફરિયાદ લઈ ગુનો પણ દાખલ કર્યો હતો.

Be the first to comment on "સુરત પોલીસબેડામાં એક જ ચર્ચા: કંટ્રોલરૂમમાં મુકાયેલા PI એ પોતાના બંગલામાં પોલીસ સ્ટેશનનો સામાન વાપર્યો"

Leave a comment

Your email address will not be published.


*