સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ? OYO હોટેલમાં યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યાનો આરોપ

Published on Trishul News at 7:13 PM, Sat, 14 October 2023

Last modified on October 14th, 2023 at 7:15 PM

Incident like Grishma Murder in Surat: સુરતમાં આજે ફરી ગ્રીષ્મા કાંડ જેવો હત્યાકાંડ સર્જાતા સહેજમાં રહી ગયો હતો.સુરત પર્વત પાટીયા ખાતે ડી.આર વલડઁની ઓયો હોટલમા નીલેશ સોડાગર(મોચી) નામના યુવકે યુવતીને ચપ્પુના ધા માર્યા – યુવતીને(Incident like Grishma Murder in Surat) હાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે.અને યુવકની પુણા પોલીસે કરી ધરપકડ કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

OYO હોટલના રૂમમાં યુવતી અને નીલેશ સોડાગર નામના યુવક તેની સાથે ગયો હતો. તે દરમિયાન બૂમાબૂમના અવાજ આવી રહ્યાં હતાં. જેથી આસપાસથી સ્ટાફ સહિતના લોકો ત્યાં દોડી આવ્યાં હતાં. જો કે, યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા હોવાથી લોહી વહી રહ્યું હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે યુવકને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકે જણાવ્યું છે કે, યુવતીએ જાતે જ પોતાના ગળા પર ચપ્પુ મારી દીધું હતું. જો કે, હાલ પોલીસે યુવકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. નીલેશ અને યુવતી વચ્ચે શું સંબંધ હતાં તથા શા માટે હુમલો કર્યો કે પછી યુવતીએ શા માટે પોતાનું ગળું કાપવા પ્રયાસ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ? OYO હોટેલમાં યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યાનો આરોપ"

Leave a comment

Your email address will not be published.


*