ગણતરીની મીનીટોમાં શાકની લારી ઉંધી વાળનાર પોલીસ અધિકારી પર મોટી કાર્યવાહી

હાલમાં ચાલી રહેલા  Lockdown વચ્ચે અમદાવાદના Naroda માં Police ની દાદાગીરી સામે આવી હતી, જેમાં  Police એ શાકભાજીની લારીઓ ઉંધી વાળી દઈ વિક્રેતાઓને ફટકારતા નજરે પડી રહ્યા છે. પોલીસની આવી નિર્દયતા જોઇને ચારે તરફ આ કાર્યવાહીની ટીકા થઇ રહી છે. વિડીયો વાઈરલ થવાની ગણતરીની મીનીટોમાં રાજ્યના DGP શિવાનંદ ઝા એઆ ઘટનાની તપાસ કરી કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેને પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ PI વી આર ચૌધરી સસ્પેન્ડ ને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ડીજીપીના આદેશથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કાર્યવાહી કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બાબતે કૃષ્ણનગર પોલીસનું કહેવું છે કે, કોરોના વાયરસ ખતરનાક છે. જે ક્યારે કોને ફેલાય તે ખબર નથી પણ તે અંગે જરૂરી સુચનોનું પાલન કરવું આવશ્યક છે. આ વીડિયોને અલગ રીતે વાઈરલ કરવામાં આવ્યો છે. ખરેખરમાં એવું નથી. અગાઉ પોલીસે શાકભાજીની લારીઓ માટે 1 મીટરના અંતરે ઉભા રહેવા અનેક વખત સૂચન કર્યું છે. શાકભાજીની લારી ઉભી રાખવા માટે સફેદ કલરના બોક્સ પણ તૈયાર કરાવ્યા હતા. સૂચના આપ્યા છતાં વારંવાર શાકભાજીની લારીઓ ભેગી થતા કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *