હવે તો ઠેર-ઠેર જગ્યાએ વેવાઈ વેવાણના પ્રેમપ્રકરણ ચાલુ થયા- સુરત બાદ આ તાલુકામાં ઘરેથી ભાગી જતા ચકચાર

વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણ ની શરૂઆત સુરતથી થઇ હતી. સુરતમાં આ ઘટના ઘટતા ચારે તરફ ચક્માર મચી ગયો હતો. પણ હવે તો ઠેર-ઠેર જગ્યાએ વેવાઈ વેવાણના પ્રેમપ્રકરણ…

વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણ ની શરૂઆત સુરતથી થઇ હતી. સુરતમાં આ ઘટના ઘટતા ચારે તરફ ચક્માર મચી ગયો હતો. પણ હવે તો ઠેર-ઠેર જગ્યાએ વેવાઈ વેવાણના પ્રેમપ્રકરણ ચાલુ થયા છે. સુરત શહેર બાદ વડાલીના થેરાસણામાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણ ની શરૂઆત થઇ છે. માનવામાં આવે છે કે કોરોના વાયરસના કારણે મળેલા લોકડાઉન માં વેવાઈ-વેવાણના પ્રેમપ્રકરણ ની શરૂઆત થઇ હતી.

ગુજરાત રાજ્યમાં આવેલા વડાલીના થેરાસણામાં કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે વેવાઈ-વેવાણ વચ્ચે પ્રેમ બંધાયો હતો. મળેલી માહિતી અનુસાર વેવાઈ-વેવાણ 2 દિવસ પહેલા ભાગી ગયા હતા. ત્યારપછી ખેડબ્રહ્માના દીધીયા ગામના સીમાડામાં ઝાડ ઉપરથી બંન્નેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. અત્રેઉલેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ સુરત શહેરનાં વેવાઈ વેવાણનું પ્રેમપ્રકરણ બહાર આવતા ભારે ચકચાર જાગી હતી. ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

વડાલી તાલુકાના થેરાસણાના જ્યંતિ મોહનભાઈ ઠાકરડાને તેમની વેવાણ જાગૃતિબેન કચરાભાઈ ઠાકરડા સાથે આંખો મળી ગઈ હતી અને પ્રેમ સબંધ બંધાયો હતો.થોડો વખતમાં વેવાઈ-વેવાણે પોતાના સંતાનોના લગ્ન જીવનની પરવા કર્યા વગર એક દુજે કે લીયેની જેમ સાથે રહેવાના કોલ આપી દીધા હતા.

પણ થેરાસણામાં રહેવું મુશ્કેલ જણાતાં વેવાઈ અને વેવાણ બંને સાથે રફુચક્કર થઈ ગયા. વડાલીના થેરાસણા પંથકમાં વેવાઈ-વેવાણ ભાગી ગયાની ગપસપથી યુવાનોથી માંડી વૃદ્ધોમાં ઉત્તેજના જગાવી હતી દરમિયાનમાં ખેડબ્રહ્માના દીધીયાના સીમાડામાં ઝાડ ઉપર મહિલા-પુરૂષનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં સાડીને ફાંસો બનાવીને વેવાઈ-વેવાણે લટકી જઈને આત્મહત્યા કર્યાનું જોવા મળ્યું હતુ.

આ કારણે પોલીસે તાબડતોબ મૃતકોના સબંધીઓને બોલાવીને પંચનામું કરી ઝાડ ઉપરથી બન્નેના મૃતદેહોને નીચે ઉતારાયા હતા. વેવાઈ-વેવાણને જીવવું મુશ્કેલ લાગતાં અંતિમ પગલું ભર્યું છે કે પછી કોઈએ મોતને ઘાટ ઉતારીને આત્મહત્યામાં ખપાવવાનો કારસો રચ્યો છે? આ મોટો સવાલ ઉભો થયો હતો. વેવાઈ-વેવાણના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્માની રેફરલ હોસ્પિટલમાં મોકલાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *