શંખેશ્વરમાં પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે ટક્કર થતાં ભભૂકી ઉઠી આગ, બે લોકો જીવતા ભૂંજાયા

Shankheshwar Accident: રાજ્યમાં આજે ફરી એકવાર અકસ્માતની ગોજારી દુર્ઘટના સામે આવી છે. પાટણના શંખેશ્વર(Shankheshwar Accident) નજીક પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે જોરદારની ટક્કર થઇ હતી.ટક્કર લાગતા જ બંને વાહનોમાં જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે આગમાં બે લોકો જીવતા સળગી ગયા હોવાનું સામે આવ્યું છે.

બે વ્યક્તિ જીવતા સળગી ઉઠ્યા
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલી બે ગાડીઓ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને ગાડીઓમાં આગ ભભૂકી ઊઠતા ગાડીમાં સવાર બે વ્યક્તિ બળીને રાખ થતા સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવના પગલે માર્ગ પર લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.તેમજ આ અકસ્માતના કારણે માગૅ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો મા અફડાતફડી મચી જવા પામી હતી.

ઘટનાને પગલે સનસનાટી મચી
અકસ્માત બાદ બંન્ને ગાડીમાં લાગેલી આગના કારણે ગાડીમાં સવાર બે મુસાફરો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થતાં લોકો ના ટોળાએ ગાડીમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસ હાથ ધરી પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંખેશ્વર માગૅ પર વહેલી સવારે બનેલ અકસ્માત ની ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી.

બે વ્યક્તિ 70 ટકા દાજી ગયા હોવાનું સામે આવ્યું
શંખેશ્વરના પીએસઆઈએ આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે,સવારે 7:00 થી 7:30 વાગ્યાની આસપાસ પિકઅપ વાન અને વેગનઆર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ગાડીઓમાં આગ લાગતા વેગનઆરમાં સવાર બે લોકો અંદર ફસાઈ ગયા હતા,જે બાદ એકાએક આગ લગતા બંને લોકો 70% દાઝી જવાથી તેમનું મોત થયું છે. બીજી તરફ સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો જે બહાર નીકળી ગયો હતો. જેથી અન્ય કોઈનું મોત થયું નથી. હાલમાં બન્ને મુતકની ઓળખ કરવાની પોલીસે તપાસ હાથ ધરી છે.