પીયુષ ધાનાણીનો ભાઈ ચેતન ધાનાણી તેની ગેંગ સાથે અપહરણના ગુનામાં પકડાયો- BMWમાં કર્યું કીડનેપીંગ

Piyush Dhanani: સુરતમાં બની બેઠેલો સામાજિક આગેવાન પિયુષ ધાનાણીનો સગ્ગો ભાઈ તેના સાગીરતો સાથે મળી અન્ય એક ઈસમનું અપહરણ કરતા ઝડપાયો ગયો હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ અંગે પીડિત વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે ચેતન ધાનાણી(Piyush Dhanani) સહીત તેની સાથે તેના સાગીરતોની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ચેતન ધાનાણીએ એક વેપારીનું અપહરણ કર્યું
પિયુષ ધાનાણીનું નામ અનેકવાર ચર્ચામાં આવે છે. કારણે કે તે રોંગ સાઈડ આવતા વાહનચાલકોને રોકીને અનેકવાર એલફેલ બોલતો હોય છે. ત્યારે આજે તેનો ભાઈ એક અપહરણના કેસમાં સામે આવ્યો છે.આ અંગે વિગતવાર મળતી માહિતી મુજબ એક છૂટક વેપાર કરતા સંજયભાઈ નાનુભાઈ બાલધા (ઉંમર 49 વર્ષ ) નામના વેપારી રોજની જેમ પોતાનો ટેમ્પો લઇ વેપાર કરવા અર્થે ઘરેથી નીકળ્યા હતા.

તે દરમિયાન પિયુષ ધાનાણીના ભાઈ ચેતન ધાનાણીએ પોતાના અન્ય સાગીરતો સાથે મળીને તે વેપારીને પોતાના ટેમ્પોમાંથી ખેંચી ગાળાગાળી કરી હતી.આ સાથે જ ચેતન ધાનાણી અને તેના સાગરીતોએ પીડિત વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે બાદ પોતાની બીએમડબ્લ્યુ કારમાં ધસડી ગયા હતા અને ખોડિયાર નગર ચાર રસ્તા ખાતે લઇ જઈ ત્યાં ઉતારી મુક્યા હતા.

ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા
જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.જેમાં દેખાઈ રહ્યું છે કે,ચેતન ધાનાણી પોતાના અન્ય સાથી સાથે મળીને ટેમ્પોમાંથી ચાલકને બહાર કાઢી બળજબરી પૂરક બીએમ ડબ્લ્યુ કારમાં બેસાડે છે, જાણે કે અપહરણ કરવામાં માહેર હોય તેવી રીતે પ્રોફેશનલ અપહરણ કરતા જોવા મળી રહ્યા છે.જે ઘટનાનો વિડીયો પણ જોરશોરમાં વાયરલ થઇ રહ્યો છે. જો કે આ વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને દબોચી લીધા છે. ત્યારે વિડીયો જોઈને લોકોએ કહી રહ્યા છે કે, જે પિયુષ સુરતના લોકોને સલાહ સમજદારી આપી ફાંકા ફોજદારી કરે છે પરંતુ તેણે પહેલા તો તેના ભાઈને સલાહ દેવી જોઈએ.આ સાથે જ અન્ય એક વ્યક્તિએ કહ્યું કે,પિયુષ સુરતની જનતાના લાફા ખાય છે જયારે તેનો ભાઈ હવે પોલીસના દંડા ખાશે તેવી લોકોએ ભારે કમેન્ટ્સ કરી હતી.

વેપારી પાસે રહેલા માલ સમાનની ચલાવી લૂંટ
આ આરોપીઓએ પીડિત વેપારી પાસેથી વેપારીનો ટેમ્પો,35000નો માલ સમાન,ડેબીટ કાર્ડ, ક્રેડીટકાર્ડ, પર્સ વગેરેની લૂંટ ચલાવી હતી.ત્યારે આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.તેમજ લોકોએ પિયુષ ધાનાણી પર ભારે ફિટકાર વરસાવી હતી.આ સાથે જ કહ્યું હતું કે, પિયુષ ધાનાણીએ હવે આ બહારના લોકોને સલાહ આપવાનું બંધ કરી પહેલા પોતાના ભાઈના કાળા કામ પર ધ્યાન દેવું જોઈએ.

આ ગુનામાં સંડોવાયેલા આરોપી
ચેતન મનસુખભાઇ ધાનાણી
અક્ષય ડોબરીયા
યશ સંદીપભાઈ ભટ્ટ
ભાવિન
સંદીપ ભાઈ ભટ્ટ નામના આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.