જુનાગઢના યુવાનને ૪૦૦ રૂપિયાના પીઝા એક લાખ રૂપિયામાં પડ્યા- ‘તમને લીંક મોકલું, એ ભરી દો’ કહી…

જુનાગઢ(ગુજરાત): જૂનાગઢના ભક્તિનગર પાસે રહેતા વત્સલભાઈ જીવરાજભાઈ મોપરાએ 7 જૂનના રોજ ડોમનોઝ પીઝાના હેલ્પડેસ્ક નંબર દ્રારા પિઝા મંગાવ્યા હતાં. ત્યારે અજાણ્યા વ્યક્તિએ કેશ ઓન ડિલીવરી નથી તેમ કહીને અગાઉ ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે, તમને એક લીંક મોકલુ તેમાં તમે વિગત ભરી દેજો આથી વત્સલભાઈએ લીંકમાં ફોન નંબર તેમજ એ.ટી.એમ.કાર્ડના નંબર સહિતની વિગત ભરી હતી. ત્યારબાદ પિઝાની ડિલીવરી માટે ડિલીવરી બોયના નંબર માટે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તેમ કહી ફરી લીંક મોકલી એપ ડાઉનલોડ કરાવી હતી. પછી વિત્સલભાઈના ખાતામાંથી 47,499 રૂપીયા ઉપડી ગયા હતાં. આ અંગે વિત્સલભાઈએ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુધ ફરીયાદ કરી છે.

વધુ એક છેતરપીંડીની ઘટના જુનાગઢમાંથી સામે આવી છે. જોષીપરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત એસટી ડ્રાઈવર અશ્વિનભાઈ જોશીએ પોતાના ફેસબૂક પર માર્કેટપ્લેસમાં એક કારની જાહેરાત જોઈ હતી. તેમાં નંબર આપ્યો હોવાથી ફોન કર્યો હતો. ત્યારે સામેથી પરસોતમ ભરતભાઈ નામની ઓળખ આપી પોતે CISFમાં નોકરી કરતા હોવાની જાણ કરી હતી. પછી 1.40 લાખમાં કાર લેવા નક્કી કર્યુ હતું. આ વ્યક્તિએ બેંક ડિટેઈલ મોકલી હતી અને કાર ટ્રાન્સપોર્ટમાં મોકલવા માટે અલગ અલગ સમયે કુલ 1.82 લાખ રૂપીયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. ત્યારબાદ કાર ન આવતા અશ્વિનભાઈને જાણ થઇ હતી કે તેમની સાથે છેતરપીંડી થઇ છે. આ અંગે અશ્વિનભાઈ જોષીએ ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આવી જ અન્ય એક ઘટના વિસાવદર તાલુકાના ચાંપરડામાં બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે પી.ટી. શિક્ષક સાથે બની છે. પી.ટી. શિક્ષક નગીનભાઈ મથુરાદાસ કોળીના એ.ટી.એમના પિન નંબર મેળવ્યા બાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના બેંકમાંથી કટકે કટકે એમ કુલ 1 લાખ રૂપીયા એ.ટી.એમ. દ્રારા ઉપાડી લીધા હતા. આ વાતની જાણ નગીનભાઈને થતા અજાણ્યા વ્યક્તિ વિરુધ ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *