આ દિગ્ગજ પાટીદાર નેતાની હત્યાનું કાવતરું નિષ્ફળ કરતી ATS: છોટા શકીલનો શાર્પ શુટર ઝડ્પાયો

ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી પકડી લીધો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા એટીએસની ટીમે એક શાર્પશૂટરને ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો શુટર ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પશૂટરની શોધખોળ શરૂ કરી છે જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા Gordhanbhai Zadafia સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યો છે.

રાજકારણીઓ પર હુમલાના ઈરાદે આવ્યા, 2 પિસ્તલ ઝડપાઈઃ હિમાંશુ શુક્લા
એટીએસના વડા હિમાંશુ શુક્લાએ પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 3 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી હતી. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા હાથ લાગી છે.

આરોપી ઇકબાલ મહંમદ રફીક Iqbal Muhammad Rafiq  કોઈના આદેશ પર ભાજપના નેતા ગોર્ધન ઝડફિયાની હત્યા કરવા આવ્યો હતો. ઝડફિયાનો ફોટો તેના મોબાઇલ ફોન પરથી મળી આવ્યા છે. આ દરમિયાન ઝડફિયાએ આજે ગીર સોમનાથમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીત ટાળી હતી. બીજી તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ઘટનાને ધ્યાને રાખીને ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારી દેવાના આદેશ આપ્યા છે.

ગોરધન ઝડફિયા-ભાજપના અન્ય રાજકારણીઓ તેમના નિશાના પર હતા
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શાર્પશૂટરો 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ પકડાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *