આ શાળામાં અભ્યાસ માટે બાળકો પાસે ફી નહીં લેવામાં આવે છે આવી વસ્તુઓ,જુવો વિડીયો

શિક્ષા પ્રાપ્ત કરવી તે દરેક બાળકનો અધિકાર છે. પરંતુ કેટલાક બાળકો એવા હોય છે જે નબળી આર્થિક પરિસ્થિતીનો ભોગ બની જાય છે અને તેના કારણે સારી શાળામાં અભ્યાસ કરી શકતા નથી. પરંતુ આજે તમને એવી શાળા વિશે જાણકારી મળશે જ્યાં બાળકોને અભ્યાસ કરવા માટે ફી તરીકે રૂપિયા આપવા પડતા નથી. જી હાં આજના સમયમાં જ્યાં બાળકના અભ્યાસ માટે માતાપિતાએ લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે તેવામાં એક એવી શાળા પણ છે જ્યાં બાળકો પાસેથી ફી લેવાને બદલે પ્લાસ્ટિકની બોટલ લેવામાં આવે છે.

આ શાળા નાઈઝીરિયાના લાગોસમાં છે જેનું નામ મોરિટ ઈંટરનેશનલ સ્કૂલ છે. આ શાળા દ્વારા જે કામ કરવામાં આવે છે તેની પાછળ બે કારણો છે. એક તો બાળકોને ફી આપવી પડતી નથી અને જે બોટલ તે આપે છે તેનાથી પર્યાવરણ સાફ રહે છે. એટલે કે માતા પિતા શાળમાં બોટલો આપી અને બાળકને અભ્યાસ માટે મોકલી શકે છે.

શાળા આ રીતે એકઠી થયેલી બોટલોમાંથી જે આવક થાય છે તેનો ઉપયોગ બાળકોના અભ્યાસ માટે કરે છે. આ યોજના શરૂ કરવાથી અનેક બાળકો જે આર્થિક સ્થિતીના કારણે અભ્યાસ છોડે છે તેમનું જીવન સુધરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *