જો, તમે પણ ઈંડા ખાવાનાં ખુબ જ શોખીન છો, તો આ જાણકારી આપનાં માટે જ છે. ઈંડામાં પણ પ્લાસ્ટિક જેવાં જ પદાર્થની ભેળસેળ હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં રહેતા તેમજ સયાજી હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવી રહેલ હિતેશ કહાર નામનાં યુવકે 9 ફેબ્રુઆરી એ વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં આવેલ ઈંડાની લારી પરથી એક ઈંડાની ખરીદી પણ કરી હતી.
હિતેશે ઘર પર જઈને આમલેટ બનવાની તૈયારી કરીને તવા પર તેલ રેડીને ઈંડું ફોડીને તવા પર નાંખતાની સાથે જ એમાંથી પ્લાસ્ટિક જેવો એક ભાગ જુદો જ તરતો દેખાઈ આવ્યો હતો. હિતેશે જયારે બીજું ઈંડું તોડ્યું ત્યારે પણ એમાંથી પ્લાસ્ટિક જેવો જ ભાગ જુદો તરી આવ્યો હતો.
ઈંડામાં પ્લાસ્ટિક જેવો પદાર્થને જોઈ હિતેશ ઈંડાની લારી પર ગયો હતી અને જણાવતાં કહ્યું ઈંડામાંથી પ્રોટીન મળે છે, પરંતુ આમાંથી તો પ્લાસ્ટિક નીકળ્યું છે. વેપારીએ હિતેશને ઉત્તર આપ્યો હતો કે, ઈંડા ચાઈનાથી આવી ગયા હશે એટલે એમાંથી પ્લાસ્ટિક પણ નીકળ્યું હશે. આમ પણ ઈંડા તો મરઘી જ આપે છે ને.
વેપારીની આ પ્રકારની વાત સાંભળ્યા પછી હિતેશે વડોદરા મહાનગરપાલિકામાં આ બાબતની ફરિયાદ પણ કરી હતી પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનાં પગલા લેવામાં આવ્યા ન હતાં. મહત્ત્વની વાત તો છે કે, જો ખરેખર ઈંડામાંથી પ્લાસ્ટિક જેવી વસ્તુ નીકળી હોય તો એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. કારણ કે, પોઇન્ટેડ પ્લાસ્ટિક હોય તો એ આંતરડામાં પણ ફસાઈ શકે છે તથા ત્યારપછી ચાંદા પણ પડે છે, અથવા તો તેનાંથી આંતરડા બ્લોક પણ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP