ખેલાડીઓ પર થશે રૂપિયાનો વરસાદ: ખેલ રત્ન એવોર્ડ જીતનારને મળશે બમ્પર પ્રાઈઝ મની

Khel Ratna Award: ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ (Khel Ratna Award) આપવામાં આવશે. આ સિવાય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે.

એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે
યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી છે. 17 જાન્યુઆરી 2025 (શુક્રવાર)ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે. સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ, સરકારે નીચેના ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.

ક્રિકેટને કોઈ એવોર્ડ મળ્યો નથી
આ વખતે ખેલ રત્ન અને ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કારોમાં કોઈ ક્રિકેટ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જે આશ્ચર્યજનક છે. આ સાથે, ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિનું નામ કોચની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું ન હતું.

આ ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024 મળ્યો હતો
ડી ગુકેશ (ચેસ)
હરમનપ્રીત સિંહ (હોકી)
પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
મનુ ભાકર (શૂટિંગ)

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં સૌપ્રથમ 10 મીટર એર પિસ્તોલમાં પોડિયમ પર સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર મિશ્ર ટીમમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે, તે રમતગમતના આ મહાકુંભની એક જ સિઝનમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે.

ડી ગુકેશ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. 2024માં ચેન્નાઈના 18 વર્ષના ગુકેશના રૂપમાં એક નવો રોલ મોડલ સામે આવ્યો છે, તે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મેચમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. 14મા રાઉન્ડની ટાઈટલ મેચ પહેલા પણ ગુકેશને મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. ત્રીજા, 11માં અને 14માં રાઉન્ડમાં જીત નોંધાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.