ઘણા વર્ષો પહેલા કવિ રવીન્દ્રનાથ ટાગોરે ભારત દેશનું આ રાષ્ટ્રીય ગીત રચ્યું હતું. પરંતુ હાલના સમયમાં આ રાષ્ટ્રીય ગીતમાં સુધારા વધારા માટે વિવાદ ચાલી રહ્યો છે. તો ચાલો તમને જણાવી દઈએ કે, હકીકતમાં આપણા ભારત દેશના રાષ્ટ્રીય ગીતમાં સુધારા વધારા થશે???
કાયમ નવા નવા વિવાદો ઉભા થતા હોય છે ભાજપનાં નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા ભારત દેશના રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટેની માગણી કરવામાં આવી હતી. એ પછી આ પત્ર ટ્વીટર પર પણ રજૂ કરવામાં આવ્યો હતો.
સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે, ‘ વર્ષ 1949નાં નવેંબર માસની 26મી તારીખે બંધારણીય સભાનાં છેલ્લા દિવસે બંધારણીય સભાનાં અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા મતદાન લીધા વગર જન ગણ મન… ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, તેમણે તે પણ શક્યતા વિચારી હતી કે, આવનારા સમયમાં સંસદ આ ગીતનાં શબ્દોમાં ફેરફાર કરી શકતી હતી.
હકીકતમાં આ ગીત વર્ષ 1912માં ભારત દેશ આવેલા બ્રિટનનાં રાજવીનાં માનમાં રચાયેલી હતી. નોબેલ પારિતોષિક વિજેતાનાં ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિ આ ગીત પ્રથમ વખત વર્ષ 1911નાં ડિસેંબર માસની 27મીનાં રોજ ગવાયું હતું. આ રાષ્ટ્રીય ગીતમાં વર્ણવાયેલાં અનેક સ્થળો હાલ ભારત દેશમાં નથી તેમજ અનેક નામ બદલાઇ ચૂક્યાં હતાં.
ત્યારે આ રાષ્ટ્રીય ગીતનાં શબ્દોમાં હવે પછી કોઈ ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરવું જોઇએ તેમજ તેને રાષ્ટ્રગીત તરીકે બધાએ સ્વીકારવું જોઇએ.’ આ પત્રમાં અનુસંધાનમાં હાલ કોઇ રાજકીય પક્ષ અથવા નેતા બાજુથી કોઇ પ્રતિભાવ પ્રગટ થયો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle