હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ચુંટણીનાં માહૌલની વચ્ચે PM નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવે એવી શક્યતા સેવાઈ રહી છે તે ચૂંટણીને લઇ આવતા રહેતાં હોય તેમ લાગે પણ અહીં ફક્ત ચૂંટણી નથી પરંતુ ક્રિકેટ રહેલું છે.
તેઓ અમદાવાદમાં આયોજિત થનાર મેચ જૂએ તેવી સંભાવના સેવાઈ રહી છે. ભારતના પ્રવાસે આવેલ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતની સામે 4 મેચ રમવાની છે. પ્રથમ 2 ટેસ્ટ ચેન્નાઇ તથા બીજી 2 ટેસ્ટ અમદાવાદમાં રમાનાર છે. અમદાવાદમાં આવેલ મોટેરા સ્ટેડિયમમાં મેચનું આયોજન થવાં જઈ રહ્યું છે ત્યારે PM મોદી આ મેચ જોવા આવે તેવી સંભાવના રહેલી છે.
અમદાવાદમાં 24 ફેબ્રુઆરી તથા 4 માર્ચના રોજ ટેસ્ટ રમાનાર છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે, BCCI PM નરેન્દ્ર મોદીને આમંત્રણ આપી શકે છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પણ મોદીને આમંત્રણ આપવામાં આવશે. અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ હશે તેમજ ગુલાબી કલરના બોલથી રમાનાર છે.
આ મેચની શરૂઆત બપોરનાં અઢી વાગ્યેથી થશે. વડાપ્રધાનની ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપશે એવી સંભાવના રહેલી છે. તેમની સાથે કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરન રિજીજુને પણ આમંત્રિત કરવામાં આવી શકે છે. કોરોના સંક્રમણને લીધે 100% સ્ટેડીયમ ફુલ રાખવામાં નહીં આવે પણ 50% બેઠક ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેન્નાઇમાં ટેસ્ટ મેચ 5 અને 13 ફેબ્રુઆરીના રોજ આયોજન થઈ શકશે. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ કોરોના સંક્રમણને લીધે સલામતી ખાતર ખાલી સ્ટેડીયમમાં મેચ રમવા માંગે છે. જો કે, ક્રિકેટ મેચમાં કોરોના ફેલાઈ નહીં એની માટે બનાવવામાં આવેલ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.
આ દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ વખતે નવા નિયમને લીધે પાર્ટીમાં અસંતુષ્ટો વધવાના છે તે નક્કી છે એટલે તેમની મુલાકાતને લીધે અસંતોષ પર કાબુ મેળવી શકાશે. આમ, તેમની મુલાકાતથી એક પંથ દો કાજ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle