તૌક્તેની ભયંકર તબાહી: દરિયા માંથી 22ના મૃતદેહ મળ્યા અને 78 હજી પણ ગુમ

ગઈકાલે આવેલા ચક્રવાત તોફાનનું એક ગંભીર સ્વરૂપ સામે આવ્યું છે. જેમાં મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલ ભારતીય જહાજ P-305…

ગઈકાલે આવેલા ચક્રવાત તોફાનનું એક ગંભીર સ્વરૂપ સામે આવ્યું છે. જેમાં મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલ ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું હતું. આ ઘટનામાં 170 લોકો લાપતા થયાની માહિતી નોંધાઈ હતી. જહાજમાં કુલ 273 લોકો સવાર હતા. આ દરમિયાન ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે.

હાલ નૌકા-P302થી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય નેવી દ્વારા ચલાવવામાં આવી રહેલા ઑપરેશન દરમિયાન અહીંથી કુલ 22 મૃતદેહો મળ્યા છે. ગઇકાલે નૌસેના દ્વારા અહીં રાહત-બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ. જોકે, રાહતના સમાચાર એ છે કે કુલ 184 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નેવીના અધિકારી મનોજ ઝા દ્વારા 22 મૃતદેહ મળ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાવાઝોડાને કારણે બે વહાણ સમુદ્રમાં અટવાયા હતા. જેમાંથી એક બાર્જ પી-305 દરિયામાં ડૂબી ગયું. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 137 લોકો સવાર હતા. તેમાંથી 38 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તૌક્તેના ગુજરાત કાંઠે ટકરાયાના થોડા કલાક પહેલો મુંબઈની પાસે અરબ સાગરમાં ફસાઈ ગયું હતું. નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવાર સવાર સુધીમાં પી-305 પર સવાર 184 કર્મીઓને બચાવી લેવામાં આવ્યા હતા. P-305 પર 180 લોકો ઉપરાંત, જીએએલ કન્સ્ટ્રક્ટરના બાર્જ પર 137 કર્મી સવાર હતા. નૌસેના અને ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું કે, આ દરેકને મંગળવારે બચાવી લેવામાં આવ્યા.

સૂત્રોએ જણાવ્યું કે, ત્રીજા બાર્જ, સપોર્ટ સ્ટેશન-3 પર 220 લોકો સવાર હતા. તે પીપાવાવ પોર્ટથી ઉત્તર-પશ્ચિમ તરફ વહી ગયું હતું. તેમાં એક ટગબોટ પણ જોડાયેલી હતી. આ બાર્જો પર સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેય બાર્જ શાપૂરજી પલોનજી સમૂહની કંપની એફકોન્સના છે અને તેમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો સવાર હતા.

આ ઉપરાંત ઓએનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ પોર્ટથી દૂર ચાલ્યું ગયું હતું. તેને પણ સુરક્ષિત કાંઠા સુધી લાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓએનજીસીના 38 કર્મચારી સહિત 101 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મંગળવારે ત્રણ નૌસૈનિક જહાજ આઇએનએસ બ્યાસ, બેતવા અને તેગ-પી-305 માટે સર્ચ અને બચાવ માટે આઇએનએસ કોચ્ચિ અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયા હતા. સાથોસાથ પી-8 આઇ અને નૌસેનાના હેલિકોપ્ટરને એર સર્ચ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *