PM Internship Yojana: ભારતની કેન્દ્રીય સરકાર એટલે કે મોદી સરકાર આજ રોજ ગુરુવારે, 3 ઓક્ટોબરથી પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ કંપનીઓ ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી શકે છે. મળતી માહિતી અનુસાર (PM Internship Yojana) જાણવા મળે છે કે, રસ ધરાવતા ઈન્ટર્ન આ પોર્ટલ માટે 12 ઓક્ટોબરથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે અરજદારે એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તેણે તેની કુશળતા અને રુચિઓ વિશે માહિતી આપવાની રહેશે. મહત્વની વાત એ છે કે, પીએમ ઈન્ટર્નશિપ સ્કીમનું આ પોર્ટલ તમને પોતે કઈ કંપની માટે પાત્ર છે તેની માહિતી આપશે. આ સાથે તમારો CV પણ આપોઆપ તૈયાર થઈ જશે.
1 કરોડ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય
તમને જણાવી દઈએ કે, ઈન્ટર્નશિપ કરી રહેલા ઉમેદવારોની પસંદગી તેમની પ્રોફાઇલ, રુચિ અને લાયકાતના આધારે કરવામાં આવશે. આ પછી કંપનીઓ તેમને પસંદ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે આગામી 5 વર્ષમાં લગભગ 1 કરોડ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
કોણ કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ
અરજી કરનાર અરજદાર 10મું પાસ હોવો જોઈએ.
તેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
પરિવારનો કોઈપણ સભ્ય આવકવેરો ફાઇલ કરતો ન હોવો જોઈએ.
પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
ઈન્ટર્નશીપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ કરવા પર પ્રતિબંધ રહેશે.
IIT, IIM અને ફુલ ટાઈમ જોબ કરનારા આ ઈન્ટર્નશિપ કરી શકશે નહીં.
કેટલું મળશે સ્ટાઈપેન્ડ
ઇન્ટર્નશિપ કરનાર દરેક ઇન્ટર્નને લગભગ 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમાંથી 4,500 રૂપિયા સરકાર આપશે અને બાકીના 500 રૂપિયા CSR ફંડમાંથી આપવામાં આવશે. દર મહિને 5,000 રૂપિયા ઉપરાંત કેન્દ્ર સરકાર એક વર્ષ પછી 6,000 રૂપિયા પણ આપશે.
ઇન્ટર્નશિપ માટે શું છે જરૂરી દસ્તાવેજો
આ યોજના માટે અરજી કરનારાઓએ કેટલાક દસ્તાવેજો પણ આપવા પડશે. જેમ કે આધાર કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એડ્રેસ પ્રૂફ, શૈક્ષણિક લાયકાત અને પાન કાર્ડ સામેલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App