નવા વર્ષ પર PM મોદીની મોટી ભેટ- આ તારીખે ખેડૂતોને ટ્રાન્સફર કરશે 20 હજાર કરોડ રુપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતોને ભેટ આપવા જઈ રહ્યા છે. સરકારે PM કિસાન સન્માન નિધિ(PM Kisan Sanman Nidhi)ના દસમા હપ્તાની તારીખ જાહેર કરી છે. PM મોદી 1 જાન્યુઆરી, 2022 ના રોજ બપોરે 12 વાગ્યે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તો જાહેર કરશે.

ખેડૂતોને સંદેશ મોકલ્યો:
આ અંગે લાભાર્થી ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. સંદેશ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી, 2022 ના રોજ બપોરે 12 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તો જાહેર કરશે. આ સાથે સંદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે વડાપ્રધાન મોદી ખેડૂત ઉત્પાદક સંગઠનોને ઈક્વિટી ગ્રાન્ટ પણ જાહેર કરશે. તમે દૂરદર્શન અથવા pmindiawebcast.nic.in દ્વારા આ પ્રોગ્રામ સાથે જોડાઈ શકો છો.

ઈ-કેવાયસી વગર પૈસા નહીં મળે
પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને ઈ-કેવાયસી પૂર્ણ કર્યા પછી જ 10મો હપ્તો મળશે. સરકારે આ યોજનામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બનાવી છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે e-KYC નહીં કરો તો તમારો 10મો હપ્તો અટકી શકે છે.

જાણો શું છે e-KYCની પ્રક્રિયા
સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
જમણી બાજુએ ઘણા પ્રકારના ટેબ દેખાશે. સૌથી ઉપર તમને e-KYC લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરો.
તે પછી માંગેલી વિગતો ભરો. ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

કયા ખેડૂતોને રૂપિયા 4000 મળશે?
તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી 9મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
સૌ પ્રથમ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ. હોમપેજ પર તમને ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ દેખાશે. ફાર્મર્સ કોર્નર વિભાગમાં લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કરો. પછી ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો. Get Report પર ક્લિક કરો. આ પછી સંપૂર્ણ યાદી આવશે. આમાં તમે તમારું નામ જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *