અમેરિકા જતી વખતે પ્લેનમાં પેપર વર્ક કરતા દેખાયા મોદી- લોકોએ કહ્યું: “જો જમીન પર કામ કર્યું હોત તો, આજે હવામાં કામ કરવાની જરૂર ન પડી હોત”

વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) બુધવારનાં રોજ એટલે કે, ગઈકાલે જ 3 દિવસના પ્રવાસ માટે અમેરિકા રવાના થઈ ચુક્યા છે ત્યારે તેમણે અમેરિકા (America) પહોંચતા પહેલા પોતાના ટ્વિટર હેન્ડલમાં એક ફોટો શેર (Viral Photo) કર્યો હતો કે, જેમાં તેઓ કેટલીક ફાઈલોને જોતા જોવા મળી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, લાંબા ઉડાનનો અર્થ છે કે, પેપર્સ અને કેટલાંક ફાઈલવર્ક કરવું.

આ ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે કે, જેમાં લોકોએ PM નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની સાથે કરી છે. કેટલાક દેશહિતનાં કામ માટે PM મોદી આ યાત્રાએ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

7 વર્ષમાં તેમણે એકપણ દિવસ રજા લીધી નથી:
છેલ્લાં 7 વર્ષમાં તેમણે એક દિવસ પણ રજા લીધી નથી ત્યારે દિવસમાં અંદાજે 18 કલાક કામ કરે છે. જેનું ઉત્તમ ઉદા. હાલમાં જ જોવા મળ્યું છે કે, જ્યારે PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા હતા ત્યારે પણ મુસાફરી દરમિયાન તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે કે, જેમાં તેઓ પ્લેનમાં બેસીને કેટલીક ફાઈલો જોઈ રહ્યા છે.

સવારે પહોંચ્યા અમેરિકા:
PM નરેન્દ્ર મોદી સવારનાં અંદાજે 3.30 વાગ્યે વોશિંગ્ટનમાં આવેલ એન્ડ્રયુઝ એરબેઝ પર ઊતર્યા હતા. કોવિડ-19 મહામારી બાદ આ પડોશી દેશોને છોડીને PM નરેન્દ્ર મોદીની સૌપ્રથમ વિદેશીયાત્રા છે. નરેન્દ્ર મોદી ભારતીય ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે એર ઈન્ડિયા વન બોઈંગ 777 VVIP વિમાન સાથે બુધવારની સવારે 11 વાગ્યે અમેરિકા માટે રવાના થયા હતા.

આ પ્રવાસને ખૂબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે ત્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સૌપ્રથમ વાર જો બાઈડનની સાથે PM મોદી મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી પણ આ પ્રવાસને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેમણે રવાના થતાં પહેલાં ટ્વીટ કરીને આ અંગે જાણ કરી હતી. @imflura ટ્વિટર હેંડલથી લખાયુ છે કે, જો જમીન પર કામ કર્યું હોત તો આજે હવામાં કામ કરવાની જરૂર ન પડતી.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ તસવીર:
PM નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરેલ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. મોદી પેન લઈને કાગળમાં લખતા પણ દેખાઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ આ તસવીરની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. ફ્લાઈટમાં કામ કરી રહેલા PM નરેન્દ્ર મોદીની આ તસ્વીર ખૂબ વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો તેમની તુલના લાલ બહાદુર શાસ્ત્રીની સાથે કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *