ખેડા-નડિયાદ રોડ પર ઇકો અને આઇસર વચ્ચે જોરદાર ટક્કર- મહિલા ટ્રેઝરર ઓફિસરનું નિપજ્યું મોત

ખેડા(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર ખેડા(Kheda) પંથકમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઈકો કાર અને આઇસર બન્ને સામસામે અથડાતાં ઈકો કારમાં સવાર એક મહિલા(Women)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, મૃતક મહિલા પોતે ખેડા સબ ટ્રેઝરર ઓફીસર(Kheda Sub Treasurer Officer) હતા અને તે નોકરીએ આવતાં અકસ્માત થતાં મોતને ભેટ્યા છે. આ અંગે ખેડા ટાઉન પોલીસ(Police) દ્વારા ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના બાકરોલ ખાતે વિનુકાકા માર્ગ પર આવેલ દીવાક્સી રેસીડેન્સીમાં રહેતા નિલેશ દામોદર ભટ્ટના પત્ની માધવીબેન ભટ્ટ પોતે ખેડા સબ ટ્રેઝરર ઓફીસર તરીકે ફરજ બજાવે છે. મંગળવારે તેઓ આણંદ પાર્સિંગની ઈકો કાર નં. GJ 23 CA 5371માં બેસી ખેડા નોકરીએ આવી રહ્યા હતા. આ દરમિયાન, સવારે સાડા દસ વાગ્યાનાં અરસામાં ખેડાના નડિયાદ રોડ પર ગેબનશાહ દરગાહ પાસે આ ઈકો કારને અકસ્માત નડ્યો છે. જેમાં સામેથી પુરપાટે આવતાં આઈસર નં. GJ 23 AT 6605ના ચાલકે ઈકો કારને ટક્કર મારી હતી. જાણવા મળ્યું છે કે, એટલી ભયંકર હતી કે ઈકો કારનો લોચો વળી ગયો હતો. ઉપરાંત આઈસર ટ્રક રોડની સાઈડમાં આવેલ ઝાડીમાં ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર માધવીબેન ભટ્ટને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈકો કાર ચાલક રાકેશ પ્રતાપ સરગરાને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ આસપાસના લોકો તરત ત્યાં દોડી આવ્યા હતા. જેમાંથી કોઈ વ્યક્તિએ ખેડા ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત સંદર્ભે પોલીસ દ્વારા નિલેશ ભટ્ટની ફરિયાદના આધારે આઈસર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ઈકો ગાડીના ચાલક રાકેશભાઈ સરગરા અને ખેડામાં ટ્રેજરી હેડ તરીકે ફરજ બજાવતા માધવીબેન ભટ્ટના મકાન નજીકમાં આવેલા છે. ઈકો ચાલક આઈસ્ક્રીમની ડીલીવરી આપવા માટે ખેડા આવતો હોવાથી અવાર-નવાર માધવીબેન તેમની સાથે ખેડા આવતા હતા. એ જ રીતે આજે પણ તેઓ ખેડા ફરજ પર જવા નીકળ્યા હતા, જ્યાં તેમને અકસ્માત નડ્યો હતો અને તેમનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *