એક જ રૂમમાં એકઠા થયા PM મોદી, અમિત શાહ અને સોનિયા ગાંધી, જોવા જેવી છે આ અદ્ભુત ક્ષણ- જુઓ વિડીઓ

રાજ્યસભાની કાર્યવાહી બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી કારણ કે વિપક્ષી દળોએ વિવિધ મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે ચેરમેન એમ વેંકૈયા નાયડુ એક દિવસ પહેલા ગૃહમાં કેટલાક સભ્યોના વર્તન પર ટિપ્પણી કરી રહ્યા હતા. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ બેઠક યોજી હતી.

સ્પીકર ઓમ બિરલાની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધી અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસુ સત્ર માટે લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ હતી. પેગાસસ જાસૂસી મામલા, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પરત ખેંચવાની માંગ સાથે અન્ય મુદ્દાઓ પર વિપક્ષના સૂત્રોચ્ચાર લીધે પૂરા સત્ર દરમિયાન ગૃહમાં કામકાજ અવરોધાયેલું રહ્યું અને ફક્ત 22 ટકા જ કામકાજ થયું છે.

લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બેઠક યોજી હતી. સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરી પણ સ્પીકરને મળવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ, અકાલી દળ, વાયએસઆરસીપી, બીજુ જનતાદળ સહિત ઘણા વિપક્ષી નેતા પણ સ્પીકર બિરલાને મળવા પહોંચ્યા હતા.

લોકસભા અધ્યક્ષે બધા દળોના નેતાઓને આગ્રહ કરતા કહ્યું છે કે, ભવિષ્યમાં ગૃહમાં ચર્ચા અને સંવાદને પ્રોત્સાહિત કરે. તેમણે જણાવતા કહ્યું હતું કે, ચર્ચા અને સંવાદથી જ જનકલ્યાણ થશે. તેના દ્વારા પ્રજાની તકલીફો અને સમસ્યાઓ દૂર થઈ શકે છે.

તેમણે જણાવતા કહ્યું હતું કે, કામકાજના કુલ 96 કલાકમાંથી 74 કલાક કામ ન થયું અને ફક્તને ફક્ત 22 ટકા જ કામ થયું છે. આ સત્રમાં બંધારણના 127મા સંશોધન સાથે કુલ 20 ખરડા પસાર કરાવવામાં આવ્યા છે. સાથે ચાર નવા સભ્યોએ શપથ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *