નરેન્દ્ર મોદીના મંત્રી મંડળના વિસ્તરણ અને ફેરફારો બાદ હવે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નવા મંત્રીઓના નામ સામે આવ્યા છે તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ આજે તાબડતોડ બેઠક બોલાવી છે. પીએમ મોદી દ્વારા મંત્રી પરિષદના વિસ્તાર અને ફેરફારના એક દિવસ બાદ આજે ગુરુવારના રોજ કેન્દ્રીય મંત્રી પરિષદ અને મંત્રી મંડળની અલગ અલગ બેઠકો થવાની શક્યતાઓ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આજે એક પછી એક કેન્દ્રીય કેબીનેટ અને મંત્રી પરિષદની બેઠક યોજવામાં આવશે. કેન્દ્રીય કેબીનેટની બેઠક યોજાવાની છે જે આજે સાંજે ૫ વાગ્યે થઇ શકે એમ છે અને મંત્રી પરિષદની બેઠક આજે સાંજે સાત વાગ્યે થઇ શકે છે.
વાસ્તવિકમાં આ પહેલા દેશમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા પીએમ મોદી ગયા મહીને મંત્રી પરિષદની બેઠક યોજવામાં આવી હતી. તેમને બેઠકમાં પોતાના મંત્રીઓને કામ કરવાનું મૂળ બનાવી રાખવા માટે કહ્યું છે. આ વિસ્તરણમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ વધારે જોવા મળ્યા હતા. કારણ કે ત્યાં આવતા વર્ષે ચુંટણી થવાની છે.
આજે જે બેઠક યોજાવવાની છે તેમાં અનેક જાણીતા ચહેરાઓ ગાયબ રહેશે. જે ગયા કેટલાક સમયથી મોત પ્રમાણમાં કેબીનેટથી લઈને મંત્રીપરિષદની બેઠકમાં જોવા મળ્યા હતા એટલે કે ગુરુવાર એટલે કે આજ રોજ બેઠકમાં અનેક ઉલ્લેખીય નામ નીકળી શકે છે. જેમના કેબિનેટમાં ફેરફારમાં હક્કાલપટ્ટી થઇ ગઈ છે.
કેબિનેટ વિસ્તરણમાં નવા નામો શામેલ થશે તો અનેક મંત્રીઓના વિભાગમાં ફેરફાર થયા છે. મહત્વનું છે કે ૨૦૧૯ માં મોદી સરકારના બીજી વાર શાસક પક્ષમાં આવીને આ પ્રકારની પહેલી કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં કેબિનેટમાં વિસ્તરણ થયું હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.