PM મોદીના હસ્તે 34 કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન ITIનું ઈ-લોકાર્પણ કરાયું

E-Inauguration of ITI Building: વડાપ્રધાન મોદીએ મજૂરા ગેટ પાસે 34 કરોડના માતબર ખર્ચે બનેલા ITIના નવા બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ(E-Inauguration of ITI Building) કર્યું હતું. આ બિલ્ડિંગ 15,946 ચોમીટરમાં બન્યું છે, જે ગ્રાઉન્ડ પ્લસ ચાર ફ્લોરનું છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતા કર્મચારીઓના કૌશલ્યમાં સતત વધારો થઈ રહ્યો છે, જે માટે ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ માટે પણ ઇન્ટરનેશનલ લેવલની ફેસેલિટીનું સેન્ટર આગામી દિવસોમાં ઊભું કરાશે.

વડાપ્રધાન મોદીએ ડિજિટલી ખુલ્લું મુક્યું
5946 ચોરસ મીટરમાં ગ્રાઉન્ડ સહીત ચાર માળમાં નવનિર્મિત બિલ્ડિંગમાં 45 વર્કશોપ, 35 થિયરી રૂમ, વહીવટી ઓફિસ, સેમિનાર હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાયર સેફટી, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.થિયરીની સાથે પ્રાયોગિક જ્ઞાન આપવા આધુનિક મશીનરી સાથે ટ્રેનિંગ પૂરી પાડતી ITI ખાતે એન.સી.વી.ટી. તેમજ જી.સી.વી.ટી. પેટર્નના વર્કશોપ ઉપરાંત મેગા આઈટીઆઈ અંર્તગત એડવાન્સ વેલ્ડીંગ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમાઈઝેશન, આઈ.ટી. અને ઈમર્જીંગ ટેકનોલોજી, ટેક્ષટાઈલ અને એપરલ એમ જુદા જુદા ક્ષેત્ર આધારિત સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર કરાઈ રહ્યા છે.

​​​​​​​થીયરીની સાથે પ્રેક્ટિકલ એજ્યુકેશન આપવા હાઇટેક મશિનરી સાથે ટ્રેનિંગ પૂરી પાડતી ITIમાં NCVT, GCVT પેટર્નના વર્કશોપની ફેસેલિટી છે. ઉપરાંત મેગા ITI અંતર્ગત એડવાન્સ વેલ્ડિંગ, ઈન્ડસ્ટ્રિયલ ઓટોમાઈઝેશન, આઈ.ટી. અને ઈમર્જીંગ ટેકનોલોજી, ટેક્સટાઈલ અને એપરલ એમ જુદા જુદા ક્ષેત્રો આધારિત સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર કરાઈ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યની જુદી જુદી ITIમાં ફરજ બજાવતા કર્મચારીઓના કૌશલ્યમાં સતત વધારો થાય એ માટે ઈન્સ્ટીટ્યુટ ફોર ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ માટે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ધરાવતું સેન્ટર આગામી દિવસોમાં સાકાર થશે.