અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી: જાણો કેટલું ભાડું? કયો સમય અને અન્ય વિગતો

Metro phase 2: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ હવે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચ્યા (Metro phase 2) બાદ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મેટ્રો માટે નર્મદા કેનાલ પર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે. ફેઝ-2નો કુલ 28.24 કિલોમીટરનો રૂટ છે. જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર અને 5.42 કિલોમીટર GNLU-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. ફેઝ 2ની તમામ તૈયારીઓના આખરી ઓપનું નિરીક્ષણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.

22 કિમીના રૂટમાં 20 સ્ટેશન હશે
મેટ્રોના બીજા ફેઝમાં મોઢેરાની મહાત્મા મંદિર સુધી દોડશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મુસાફરી કરીને આ ફેઝ 2ની શરૂઆત કરવાના છે. ત્યારે આ રૂટમાં મોટેરાથી કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, GIFT CITY, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, સેક્ટર ઓલ્ડ કોબા, સેક્ટર-16, સેક્ટર-24, અને મહાત્મા મંદિર સુધી એમ કુલ 22 કિમી રૂટના મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન હશે.

આટલું છે ભાડું
ખાસ કરીને જ્યારે ઇંધણના ભાવમાં વધારો થાય છે અને ટ્રાફિક વધારે હોય છે ત્યારે મેટ્રો રેલ એક્સ્ટેંશન ખાનગી વાહનો માટે ખર્ચ-અસરકારક અને સમય-કાર્યક્ષમ વિકલ્પ પૂરો પાડે છે. દાખલા તરીકે, એપીએમસીથી ગાંધીનગરના સેક્ટર-1 સુધીની મેટ્રોની મુસાફરી, આશરે 33 કિમીની છે, મેટ્રોમાં તે માત્ર 65 મિનિટમાં પહોંચાડી દે છે અને તેનો ખર્ચ રૂ. 35ની આસપાસ છે.

અન્ય સેવાઓની વાત કરીએ તો, આ મુસાફરી ટેક્સીમાં કરીએ તો 80 મિનિટથી વધુ સમય લે છે અને રૂ. 415 કરતાં વધુ ચાર્જ થાય છે. જ્યારે ઓટોરિક્ષાનો ખર્ચ આશરે રૂ. 375 થાય છે. એ જ સફર. અમદાવાદથી રાજ્યની રાજધાની ગાંધીનગરની ટ્રીપ 16 સપ્ટેમ્બરથી ફેઝ-2 કાર્યરત થયા પછી વ્યક્તિ દીઠ માત્ર રૂ. 35ની આસપાસ ખર્ચ થવાની ધારણા છે.