ટાઈમ મેગેજીને PM મોદીને કવર પેજ પર ત્રીજી વાર આપી જગ્યા- પણ આ વખતે ગણાવ્યા મુખ્ય ભાગલાવાદી નેતા

Published on: 11:00 am, Fri, 10 May 19

આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઇમએ વડાપ્રધાન મોદીને કવર પેજમાં વિવાદિત રીતે જગ્યા આપી છે. ટાઇમ મેગેઝીને વડાપ્રધાનના છેલ્લા પાંચ વર્ષના કામોને આધારે લીડ સ્ટોરી બનાવી છે જેમાં વડાપ્રધાન વિશે લખવામાં આવ્યું કે, ‘Can The World’s Largest Democracy Endure Another Five Years Of a Modi Governmant’ મતલબ શું દુનિયાની સૌથી મોટી લોકસાહી મોદી સરકારને ફરી 5 વર્ષ સહન કરશે?

મેગેઝીનમાં વડાપ્રધાન ભારતને મુખ્ય રૂપે વહેંચવા વાળા દર્શાવવામાં આવ્યા છે અને નેહરુના સમાજવાદ તથા હાલની સામાજીક પરિસ્થિતિને સરખાવવામાં આવી છે. આતિશ તાસીર નામના પત્રકાર દ્વારા લખાયેલ મેગેઝીનમાં વડાપ્રધાન દ્વારા હિન્દુ-મુશ્લિમના ભાઈચારો વધારવાની ઈચ્છા દર્શાવામાં આવી નથી. તાસીર લખે છે કે, વડાપ્રધાન મોદીએ ભારતના મહાન લોકો પર રાજકીય હુમલાઓ કર્યા છે. જેમ કે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ. મોદી કેંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે જ્યારે મોદીના સત્તા પર આવવાથી ખ્યાલ આવે કે, ભારતમાં કહેવાતી ઉદાર સંસ્કૃતિની વાતો જે થતી હતી ત્યાં હવે ધાર્મિક રાષ્ટ્રવાદ, મુશ્લિમ વિરુદ્ધ ભાવનાઓ અને જાતી પર કટ્ટરતા ખીલી રહી છે. ઉપરાંત ટાઇમના આ મેગેઝીનમાં 1984માં થયેલા સિખ રસખાણો અને 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને પણ સમાવવામાં આવ્યાં છે.

મોબ લિચિંગ અને ગાયના મુદ્દા પર તાસીર લખે છે ગાય અને મોબ લિંચિંગ દ્વારા ધણી બધી હીંસાઓ કરવામાં આવી છે તથા એવો એક પણ મહિનો નથી ગયો જેમાં ગાયના મુદ્દા પર મુશ્લિમ યુવકને માર ન પડ્યો હોય. યુ.પીના મુખ્યમંત્રીને સંબોધીને લખાયું કે, 2017માં ભાજપે UPમા સરકાર રચી તો વડાપ્રધાનએ નફરત ફેલાવનાર અને ભગવાધારીને મુખ્યમંત્રી બનાવી દીધા.

ઊલ્લેખનીય છે કે 2014-15માં ટાઇમ મેગેઝીને વડાપ્રધાન મોદીને દેશના પ્રભાવશાળી 100 વ્યક્તિમાં સ્થાન આપ્યું હતું અને અત્યારે તેની મેગેઝીનના બીજા સંસ્કરણના બીજા લેખમાં ઈયાન બ્રેમર નામના પત્રકારે વડાપ્રધાનને સારા ગણાવતા શિર્ષક આપ્યું Modi Is India’s Best Hope for Economic Reform એટલે કે મોદી ભારતના આર્થિક સુધારા માટે સારા વ્યક્તિ છે.

લેખમાં બ્રેમર લખે છે ભારતે મોદીના નેતૃત્વમાં અમેરીકા, ચીન અને જાપાન જોડે સારા સંબંધો વિકસાવ્યા છે. અને મોદીની ધરેલુ નિતિના કારણે કરોડો લોકોના જીવનમાં સુધારો આવ્યો છે. GSTના મુદ્દા પર લખવામાં આવ્યું છે કે, મોદીએ ભારતની અઘરી ટેક્સ વ્યવસ્થાને સરળ બનાવી દીધી છે. તથા નવા રોડ બનવા, અને ધણા એવા ગામો છે જ્યાં 70 વર્ષથી વિજળી પહોંચતી નહોતી ત્યાં વિજળી પહોંચાળવી જેવા કામો આર્થિક રીતે વરદાન સાબિત થયા એવી બાબતોનો ઉલ્લેખ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.