કોરોના સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીઓ સાથે રાજ્યો તરફથી કરવામાં આવી રહેલ ઉપાયોની ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ કોરોના ને રોકવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલ વ્યવસ્થા વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદી ઘણા સેક્ટરના લોકો સાથે કોરોના સંકટ પર ચર્ચા કરી ચુક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની COVID19 પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ પણ હાજર રહ્યા.
મુખ્યમંત્રી સાથે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સામાન્ય માણસોને જરૂરી સામાન પહોંચાડવા માટે અને તેના માટે કરવામાં આવેલ વ્યવસ્થા પર વાત કરી રહ્યા છે.તેની સાથે જ પીએમ મોદીએ તમામ મુખ્ય મંત્રીઓને LOCKDOWN કડકાઇથી પાલન કરાવવા માટે આદેશ આપી રહ્યા છે. સાથે જ રાજ્યો અને અપીલ કરવામાં આવી રહી છે કે જે રાજ્યોમાં જમાતના લોકો ગયા છે તે તમામ લોકોને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.
આ ઉપરાંત કોરોનાવાયરસ ને લઈને PM નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને મેડીકલ સેવાઓ વિશે જાણકારી લેશે અને કેન્દ્ર સરકાર થી રાજ્ય સરકારોને કઈ મદદ મળવી જોઈએ તેની પણ જાણકારી લેશે.આ સંકટના સમયે પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સમન્વય વધુમાં વધુ સારો બને તેના ઉપર ભાર આપશે.
આના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ટિપ્સ આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું આયુષ મંત્રાલય સારા સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાક આદેશો આપ્યા છે. જે એવા ઉપાય છે જે સરળતાથી કરવામાં આવી શકે છે. ઘણી વાતો એવી છે જે હું પોતે વર્ષોથી કરી રહ્યો છું. જેમ કે આખું વર્ષ ફક્ત ગરમ પાણી પીવું.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/