અનેકવિધ ક્ષેત્રમાં કઈક ને કઈક સિદ્ધિ હાંસલ કરીને દેશના યુવાનો પોતાનું, માતા-પિતાનું, સમાજનું તેમજ દેશનું નામ રોશન કરતાં હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. રાજુલામાં એક આશાસ્પદ યુવાન સંગીતની કારકિર્દી બનાવવા વર્ષ 2014માં મુંબઈ ગયો હતો તેમજ તેનું નસીબ ચમકી ઉઠ્યું છે.
અમરેલી જિલ્લાનું ગૌરવ એવો રાજુલામાં આવેલ સવિતા નગરમાં રહેતો દ્વારકેશ જોશી નામના યુવાને તેની કારકિર્દી બનાવીને તેનું સંગીતબદ્ધ થયેલું ગીત યુવા રમત મહોત્સવમાં દેશના PM નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
રાજુલાના યુવાન સંગીતકાર દ્વારકેશ જોશીના ગીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
દ્વારકેશ જોશીનું જણાવવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા સંગીતથી સજ્જ ગીતને લોંચ કરવામાં આવ્યું તેનું મને ગૌરવ છે તથા પોતાની કારકિર્દી તેમજ સફળતાને લઇ હું હાલમાં ગર્વ અનુભવી રહ્યો છું. આપને જણાવી દઇએ કે, રમતગમત મંત્રાલયના કિરણ રિજીજુએ પણ દ્વારકેશ જોશીના સંગીતથી સજ્જ આ ગીતને પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે.
હજુ આ સોન્ગ અન્ય પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યું નથી. યુ-ટ્યૂબની ઉપરાંત બીજા પ્લેટફોર્મ પર અથવા તો મંત્રાલયની અનેકવિધ જાહેરાતોમાં પણ આ સોન્ગની રજૂઆત કરવામાં આવશે ત્યારે તેને સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ મળશે. અહીં નોંધનીય છે કે, દ્વારકેશ જોશી સ્ટાર પ્લસ તથા સબ ટીવી પર પ્રસારિત કરવામાં આવતી ટીવી સિરિયલોમાં સ્વતંત્ર મ્યુઝિક પણ આપી રહ્યા છે. આની સાથે જ દ્વારકેશ કેટલાંક સમયથી બોલિવૂડની સાથે પણ સંકળાયેલો છે.
This is the theme song “YUVAAH” for this year’s National Youth Festival which began today at the Central Hall of Parliament amidst historic National Youth Parliament addressed by PM Sh @NarendraModi ji. Thank you @_MohitChauhan Ji and team for this wonderful song full of passion! pic.twitter.com/LNLnGNGCKF
— Kiren Rijiju (@KirenRijiju) January 12, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle