આવી રે શુભ ઘડી… પ્રમુખસ્વામી નગરમાં પહોચ્યા PM મોદી, શાસ્ત્રોક્તવિધિથી થયું ‘પ્રમુખસ્વામી નગર’નું ઉદ્ઘાટન

Pramukh Swami Shatabdi Mahotsav: આજથી, એટલે કે 14 ડિસેમ્બરથી લઇથી 15 જન્યુઆરી સુધી અમદાવાદના ઓગણજ ખાતે વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે આવેલા SP રિંગ રોડના કિનારે માનવામાં ન આવે તેટલા 600 એકરની વિશાળ જમીન પર ‘પ્રમુખસ્વામી નગર’ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે આ ભવ્ય, વિશાળ ‘પ્રમુખસ્વામી નગર’નું શાસ્ત્રોક્તવિધિથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ભવ્ય ઉદ્ઘાટનમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પણ રજુ કરવામાં આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અત્યાર સુધી તમે કોઈ સ્ટેજને પડતા જોયું હશે, હલતા જોયું હશે પરંતુ પહેલીવાર કોઈ સ્ટેજને ચાલતા જોશો. શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયા બાદ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ સાથે સ્ટેજ પર બેઠા હતા. થોડીવારમાં આ સ્ટેજ આગળ ચાલવા લાગ્યું. ખરેખર આ ખુબ જ અવિસ્મરણીય સ્મૃતિ હતી. દરેક મહાનુભાવોને લઇ આ સ્ટેજ અડધો કિલો મીટર ચાલી પ્રમુખ સ્વામીની વિશાળ મૂર્તિ તરફ આગળ વધ્યું હતું.

શતાબ્દી મહોત્સવના પહેલા દિવસે જ ભાવિક-ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું​​​​​​​
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તારક મહેતા ફેમ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ પણ ખાસ આ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં હાલની ચુંટણીમાં નવા ચૂંટાયેલા મોટાભાગના ધારાસભ્યો પણ હજાર હતા. સાથે જ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના પહેલા દિવસે 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. અમદાવાદ સહિત દેશ વિદેશના ખૂણે ખૂણેથી લાખો હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

મહોત્સવમાં આવનારા લાખો ભક્તો માટે તૈયાર થયા ફૂડ પેકેટ
શતાબ્દી મહોત્સવમાં આવનારા સેંકડો ભક્તો માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથોસાથ હજારો હરિભક્તો માટે ખુરશી સહિત ગોદડા પાથરીને પણ બેસવાનું સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આટલું જ નહિ અહીં આવનારા લાખો ભક્તોની જમવાની ચિંતા કરી ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, 1.25 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. જે ફૂડ પેકેટમાં સૂકી ભાજી, ભજીયા, થેપલા અને છાશ આપવામાં આવી હતી. ફૂડ પેકેટ સાથે દરેક ભક્તોને પાણી બોટલ પણ આપી હતી. મહત્વની વાત તો એ છે કે, આ તમામ ફૂડ પેકેટ શતાબ્દી ગ્રાઉન્ડના રસોડામાં બનાવામાં આવ્યા છે. કોઈ પણ વાનગી બહારથી લાવવામાં આવી નથી. સાથે સાથે દરેક બેઠક વ્યવસ્થા નજીક મેડીકલ ટીમ પણ ગોઠવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *