વધુ એક લઠ્ઠાકાંડ… ઝેરી દારૂ પીવાથી એક જ સાથે 19 લોકોના મોત- વિધાનસભામાં ભડક્યા મુખ્યમંત્રી

હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બિહાર (Bihar)ના સારણ (Saran)માં ઝેરી દારૂ (alcohol)ના કારણે થયેલા મોતને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. દારુ પર પ્રતિબંધ લગાવનાર બિહારમાં ભાજપે(BJP) આ મુદ્દે નીતિશ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. આ પછી નીતીશ કુમાર(Nitish Kumar) ગુસ્સે થઈ ગયા હતા. તેઓ ભાજપ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ભાજપ પર નિશાન સાધતા નીતિશ કુમારે કહ્યું કે તમે બધા પહેલા દારૂબંધીના પક્ષમાં હતા. હવે શું થયું છે?

હકીકતમાં, બિહારના સારણમાં ઇસુપુર અને મશરક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 19 લોકોના મોત થયા હતા. મૃતકના પરિજનોના જણાવ્યા મુજબ ઝેરી મોત દારૂ પીવાના કારણે થયા છે. જોકે વહીવટી તંત્ર આ મુદ્દે મૌન સેવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો હોસ્પિટલમાં પણ દાખલ છે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિસ્તારમાં પહોંચીને તપાસમાં લાગી ગયા છે.

ભાજપે નીતીશ પર નિશાન સાધ્યું:
ઝેરી દારૂના કારણે થતા મોતના મુદ્દે ભાજપ સતત નીતીશ કુમાર સરકારને ઘેરી રહી છે. બિહાર વિધાનસભામાં ભાજપે આ મુદ્દે નીતિશ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી નીતિશ કુમાર બેકાબૂ થઈ ગયા અને તેમણે ભાજપ પર જોરદાર વળતો પ્રહાર કર્યો. ‘શું થયું… અરે! તમે બોલો છો…’

આ પછી ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું. ભાજપના ધારાસભ્યોએ ગૃહની બહાર અનેક મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજેપીનું કહેવું છે કે જ્યાં સુધી સીએમ નીતીશ કુમાર ગૃહમાં વિપક્ષના નેતા વિજય સિંહાના માઈકને બંધ કરવા બદલ માફી નહીં માંગે ત્યાં સુધી ગૃહને કામ કરવા દેવામાં આવશે નહીં. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદે કહ્યું, “દારુ પર પ્રતિબંધ લાગુ કરવાની રીતમાં સુધારો કરવાની જરૂર છે. તેને સખત રીતે લાગુ કરવાની સાથે, સજાની રીત બદલવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *