છોકરા- છોકરીઓનાં લગ્નને લઈને PM મોદીએ કર્યો ઈશારો – માત્ર આટલી ઉંમરમાં કરી શકાશે લગ્ન જાણો વિગતે

15મી ઓગસ્ટ એટલે કે આજથી લગભગ 74 વર્ષ પહેલાં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારે દેશનાં PM નરેન્દ્ર મોદીએ આ પર્વ પર સૌને શુભકામના પાઠવી છે.

ભારત સરકાર છોકરીઓની માટે લગ્નની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી હાલમ વિચાર કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે, કે હવે છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરી શકાય છે. આનાંથી છોકરીઓનાં જીવનમાં ઘણાં બદલાવ પણ આવશે.

PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર જણાવતાં કહ્યું હતું, કે દીકરીઓનાં લગ્ન માટેની ન્યૂનતમ ઉંમર પર પુન:ર્વિચાર કરવાં માટે સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ પોતાનો રિપોર્ટ રજુ પણ કરશે ત્યારપછી જ આપણે યોગ્ય નિર્ણય લઇશું.

છોકરીઓની ન્યૂનતમ ઉંમર મર્યાદામાં ફેરફાર કરવાં પાછળનો હેતુ માતૃનાં મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો રહેલો છે. કહેવામાં આવી રહ્યું છે, કે સરકારની આ કાર્યવાહી પાછળ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય પણ હોઇ શકે છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ અગાઉનાં બજેટ ભાષણમાં જણાવતાં કહ્યું હતું, કે સ્ત્રીઓની માતા બનવાની યોગ્ય ઉંમરને અંગે સૂચન આપવાં માટે એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવશે. નાણાંમંત્રી પછી હવે PM એ પણ ટાસ્ક ફોર્સનાં રિપોર્ટ પછી દીકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર પર પુન:વિચારની વાત કરી રહી છે.

મળતી જાણકારીનું માનીએ તો સુપ્રીમ કોર્ટનો ઑક્ટોબર વર્ષ 2017 માં જ એક ચુકાદો પણ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવતાં કહ્યું હતું, કે વૈવાહિક બળાત્કારથી દીકરીઓને બચાવવા માટે બાળવિવાહને સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવાં જોઇએ. સુપ્રીમ કોર્ટે લગ્નને માટે ન્યૂનતમ ઉંમર બાબતે નિર્ણય લેવાનું કાર્ય સરકાર પર છોડી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે, કે સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણયને લઇને સરકારે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

એક અધિકારીએ જણાવતાં કહ્યું હતું, કે લગ્નની માટે છોકરી તેમજ છોકરાની ન્યૂનતમ ઉંમરને એકસમાન જ રાખવી જોઇએ. જો માતા બનવાની કાયદાકીય ઉંમર 21 વર્ષને નક્કી કરી દેવામાં આવે તો મહિલાની બાળક પેદા કરવાંની ક્ષમતાવાળા વર્ષોની સંખ્યા આપમેળે જ ઘટી પણ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *