20 લાખ કરોડના આર્થિક પેકેજમાંથી કોને કેટલા રૂપિયા મળશે? આજે સાંજે ચાર વાગ્યે જણાવશે નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં તે ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી આપશે. આ આર્થિક પેકેજની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે એટલે કે મંગળવારે દેશને સંબોધિત કરતા કહ્યું હતું.

આર્થિક પેકેજ સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જણાવશે કે કયા સેકટરને કેટલો લાભ થશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલ દેશ lockdown ના 49 દિવસો થી જે રાહતના મલમની રાહ જોઈ રહ્યો હતો તેનું એલાન કરી દીધું છે.કોરોનાથી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ તેમજ દેશ ને ફરીથી ઉભો કરવા માટે મોદી સરકારે ૨૦ લાખ કરોડના રાહત પેકેજનું એલાન કર્યું છે.

20 લાખ કરોડનું રાહત પેકેજ દેશના જીડીપીના લગભગ 10 ટકા છે. આ 2020-21 ના બજેટ કરતાં લગભગ ૧૦ લાખ કરોડ ઓછા છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ આર્થિક પેકેજથી કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમવર્ગને ફાયદો મળશે. તેની સાથે જ ભારતીય ઉદ્યોગ જગતને પણ નવી તાકાત આપશે.

pm નરેન્દ્ર મોદીએ કાલે કહ્યું હતું કે દેશના વિભિન્ન વર્ગોને આર્થિક વ્યવસ્થાની કડીઓને 20 લાખ કરોડ રૂપિયા નું બજેટ મળશે, સપોર્ટ મળશે.20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ ૨૦૨૦માં દેશની વિકાસયાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે. આર્થિક પેકેજ સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી કાલે નાણા મંત્રી નિર્મલા સીતારમણ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *