પ્રધાનમંત્રી મોદીએ કહ્યું મને ખુશ કરવો હોય, સન્માન કરવું હોય તો કરો આ એક કામ…

અમુક લોકો પ્રધાનમંત્રી મોદીને સન્માન આપવા 5 મિનિટ ઉભા રહેવાની ઝુમ્બેશ ચલાવી રહ્યા છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી મોદીએ તેમના સન્માનમાં પાંચ મિનિટ ઉભા રહેવાની આ ઝૂંબેશના અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો એવી ઝૂંબેશ ચલાવી રહ્યા છે કે પાંચ મિનિટ ઉભા રહી મોદીને સન્માનિત કરવામાં આવે. પ્રથમ દ્રષ્ટિએ તો આ મોદીને નવા વિવાદમાં ખેંચવાનો ઇરાદો જણાઇ આવે છે.

એવું બની શકે કે આ કરવાની કોઈની ઈચ્છા પણ હોય. તેમ છતાં મારો આગ્રહ છે કે જો તમારા મનમાં મારા માટે આટલો બધો પ્રેમ છે અને સાચે જ મોદીને સન્માનિત જ કરવા છે, તો એક ગરીબ પરિવારની જવાબદારી ત્યાં સુધી ઉઠાવો કે જ્યાં સુધી કોરોના વાયરસનું સંકટ દૂર ન થાય છે. મારા માટે આનાથી મોટું સન્માન કોઇ હોઇ શકે નહીં.

લોકડાઉનની મર્યાદા વધશે?

ભારતમાં 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા વધારવી કે કેમ તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે. આજે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉનની સમયમર્યાદા વધારવાના સંકેત આપ્યા. જો કે પીએમ મોદી રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકારો તેમજ ઉપરાજ્યપાલ સાથે સંવાદ બાદ લોકડાઉન વધારવાનો અંતિમ નિર્ણય લેશે.

અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી મોદીના હાથમાં

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 11 એપ્રિલના રોજ શનિવારે પીએમ મોદી તમામ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધશે. સરકાર તબક્કાવાર રીતે લૉકડાઉન ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા. ગુજરાતમાં 30 એપ્રિલ કે 5 મે સુધી લોકડાઉન લંબાવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *