મુખ્યમંત્રીઓ સાથે PM મોદીએ કરી ચર્ચા, 14 તારીખ પછી લોકડાઉન વધશે કે કેમ તે બાબતે કર્યો ઈશારો

કોરોનાના કેસ દિવસે દિવસે ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેંદ્ર સરકારે લોકડાઉન લંબાવા પર વિચારણા કરવાનું શરુ કરી દીધું છે. સમાચાર એજન્સી…

કોરોનાના કેસ દિવસે દિવસે ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેંદ્ર સરકારે લોકડાઉન લંબાવા પર વિચારણા કરવાનું શરુ કરી દીધું છે. સમાચાર એજન્સી એએનઆઇએ સરકારના સુત્રોના હવાલાથી જાણકારી આપી છે કે કેટલીક રાજ્ય સરકારો અને જાણકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. આ કારણ છે કે સરકાર આ દિશામાં વિચાર કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા 21 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે 14 એપ્રિલના રોજ ખુલવાનું છે. લોકો આ વાતને લઇને જાણવા ઘણા ઉત્સુક છે કે શું 14 એપ્રિલ બાદ દેશમાં સ્થિતિ સામાન્ય થઇ જશે? લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી શકશે? શું આ પ્રતિબંધને હટાવી લેવામાં આવશે? અત્યારે જે સમાચાર આવ્યા છે તેનાથી સંકેત મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર Lockdown તાળાબંધીને આગળ વધારી શકે છે, જેની પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટની બેઠક મળી હતી, આ બેઠક બાદ જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પૂછવામાં આવ્યુ કે શું 15 એપ્રિલથી દેશમાં લોકડાઉન હટી જશે તો તેમણે કહ્યું કે દેશહિતમાં જે પણ નિર્ણય હશે તે યોગ્ય સમયે લેવામાં આવશે. PM મોદીએ કહ્યું કે, અમે વૈશ્વિક સ્થિત પર પણ સતત નજર બનાવી રાખી છે. બીજી તરફ દેશના કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓએ લોકડાઉનને લઇને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

લોકડાઉન વધવાની સંભાવના પાછળનું કારણ

તેલંગાણા ના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને 2 જૂન સુધી લોકડાઉન લંબાવવાની સલાહ આપી છે. જે રીતે તબલીગી જમાતના કેસ સામે આવ્યા છે અને સતત તેમના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે, આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં કોરોનાની સ્તિતિ ગંભીર થતી જાય છે. જો લોકડાઉન ખુલે તો ફરી લોકો એકઠા થાય અને ચેપ ફેલાય અને કેસ અતિ ઝડપી વધી શકે. અને પૂરતી આરોગ્યની સુવિધાઓનો પણ અભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *