PM મોદીએ મહાકુંભના સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO

PM Modi Mahakumbh Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી (PM Modi Mahakumbh Visit) હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીએ લગાવી ડૂબકી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળો 2025 શરુ થયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળા 2025માં પહોંચીને પવિત્ર ડુબકી લગાવી છે. પીએ મોદીએ માઘ માસની અષ્ટમી તિથિએ સવારે સંગમમાં પવિત્ર ડુબકી લગાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા છે. પીએમ મોદીએ ડુબકી લગાવીને મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી છે. આ દરમિયાન તેઓ અખાડા, આચાર્યવાડા, દાંડીવાડા અને ખાકચોકના પ્રતિનિધિઓને પણ મળી શકે છે.

પીએમ મોદીએ 2019માં પણ કુંભમાં કર્યુ હતુ સ્નાન
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં 2019માં પણ કુંભ મેળામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગંગામાં સ્નાન કર્યું હતું અને ગંગા પંડાલમાં સફાઈ કામદારોના પગ ધોયા હતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ વખતે તેમનો કાર્યક્રમ નેત્ર કુંભના શિબિરમાં પ્રસ્તાવિત છે. આપને જણાવીએ કે, રાષ્ટ્રપતિ મુર્મૂ 10મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના છે. 13 જાન્યુઆરીએ શરુ થયેલો મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ચાલશે.

આજે જ પરત ફરશે પીએમ મોદી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પીએમ મોદી હોડીમાં બેસીને થોડીવારમાં સંગમ ઘાટ પર પહોંચશે. જે બાદ સ્નાન અને ત્રિવેણીમાં દર્શન અને પૂજા કરશે. જે બાદ PM મોદી રેલ ઘાટ પહોંચશે. ત્યાંથી DPS હેલિપેડ અને બમરૌલી એરપોર્ટ પહોંચશે.

પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં તમામ રેકોર્ડ્સ તૂટી રહ્યા છે. 144 વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આયોજીત આ મહાકુંભમાં દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચીને ગંગા, યમુના અને સરસ્વતિના પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 37 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. આજે માધ માસની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે. સાથે આજના દિવસને ભીષ્માષ્ટમીના રૂપમાં પણ ઉજવવામાં આવે છે.