ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. જેમાં ગુજરાતને કોરોનાની રસી મળી શકે તેવી પણ સંભાવનાઓ સંભવિત કરવામાં આવી રહી છે.
હાલમાં તહેવારોના દિવસોમાં ગુજરાતના (Gujarat) અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), રાજકોટ (Rajkot) અને વડોદરા (Vadodara) જેવા શહેરોમાં કોરોના વાયરસના (Corona Virus) કેસોમાં વધારો થયો છે. એક સમયે કાબુમાં આવી ગયેલી સ્થિતિ હવે અત્યંત ગંભીર બની છે. જેને લઈને કેન્દ્ર સરકાર (Central Government) પણ સતર્ક બની છે. હવેના આગામી સમયમાં શિયાળામાં (Winter) સ્થિતિ વધારે વકરવાની WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તો આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવા શું ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવશે કે કેમ? તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેને લઈને આજ રોજ વડાપ્રધાન મોદી વાત કરવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ (8 States Chief Minister) સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 10 કલાકે વીડિયો કોન્ફરન્સ (Video Conference) દ્વારા થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે બાકીના રાજ્યોના મુખ્યમંત્રી પીએમની સાથે યોજાનારી મહત્વની બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને વેક્સિન (Corona Vaccine) વિતરણની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.
આજ રોજ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન મોદી ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના CM સાથે વાત કરશે. સૌકોઈની નજર ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર પર છે. અહીં અચાનક જ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. તેથી શું અહીં ફરી એકવાર લોકડાઉન કે કરફ્યુ જેવા આકરા પ્રતિબંધો લાદવામાં આવશે કે કેમ તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે. એટલું જ નહીં કોરોના વેક્સિન વિતરણ માટે તૈયાર થનારી યોજનાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.
હકીકતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે લોકો કોરોના રસીની રાહ જોઈ રહ્યાંછે. તેવામાં સવાલ ઉઠે છે કે કોવિડ-19 વેક્સિન સૌથી પહેલા કોને મળશે. તેના પર નીતિ આયોગે પ્રાથમિક રણનીતિ તૈયાર કરી લીધી છે. નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે જણાવ્યું કે, 1 કરોડ હેલ્થકેયર અને ફ્રંટલાઇન વર્કર્સને શરૂઆતી તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle