જેમ જેમ ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મીડિયા અહેવાલોમાં મોદી અને યોગ્ય વચ્ચેના ભેદ સપાટી પર આવી રહ્યા છે. તાજેતરમાં યોગી આદિત્યનાથ ના જન્મદિવસની શુભેચ્છા નહિ મોકલીને પ્રધાનમંત્રી મોદી અને યોગી વચ્ચે મતભેદ અને મનભેદ છે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2017 થી દર વર્ષે પ્રધાનમંત્રી મોદી યોગી આદિત્યનાથ ને ટ્વિટ કરીને જન્મદિવસની શુભકામનાઓ આપતા હતા. જે પરંપરા આ વર્ષે તૂટી છે.
યુપીની રાજનીતિના જાણકારો ના કહેવા અનુસાર આગામી ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ના નામે ચૂંટણી નહી લડાય અને સ્થાનિક મુદ્દાઓ અને યોગી આદિત્યનાથ ના ચહેરા ને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડાશે. યોગી આદિત્યનાથ પણ પીએમ મોદી સામે શિંગડા ભરાવતા હોય તેવું જાણકારો માની રહ્યા છે. હાલમાં જ બીજેપી ઉત્તર પ્રદેશ એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ માંથી નરેન્દ્ર મોદી અને જે પી નડ્ડા નો ફોટો હટાવીને ઈશારો કરી રહ્યા છે કે, યુપી ની રાજનીતિ નો મુખ્ય શહેરો યોગી આદિત્યનાથ જ છે.
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ અને તેના મંત્રીમંડળમાં ગજગ્રાહ છે, પરંતુ મંત્રીમંડળમાં રહેલા તમામ મંત્રીઓ પણ માની રહ્યા છે કે યોગી આદિત્યનાથ ના ચહેરાથી જ આગામી ચૂંટણીમાં મજબૂતાઈથી લડી શકાશે. જેથી મુખ્યમંત્રી ચહેરો બદલવા અંગે કોઈ ચર્ચા થઇ રહી નથી.
સામાન્ય રીતે તમામ રાજ્યોના ભાજપ ટ્વિટર એકાઉન્ટમાં પહેલેથી જ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિત અમિત શાહ નો ફોટો પણ રહેવા પામતો હતો, પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપ ના ઓફિશિયલ ટ્વિટર પેજ માંથી નરેન્દ્ર મોદી નો ફોટો કાઢી નાખવું એક મોટું સૂચન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.