5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદી પાસે માત્ર 32 સેકેંડનો જ સમય હશે- જાણો કેવી રીતે થશે રામમંદિરનો શિલાન્યાસ

આગળના 2 દિવસ બાદ અયોધ્યામાં રામમંદિરનાં શિલાન્યાસ માટેનો જે કાર્યક્રમ યોજવાનો છે. શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ફક્ત 32 સેકન્ડ જ હશે. આ અભિજિત મુહૂર્તની 32 સેકન્ડમાં જ 500 વર્ષના પ્રયત્નને સાકાર કરવાની શરૂઆત કરવામાં આવશે. આ શુભ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્રમાં ઉત્તર-દક્ષિણના સંગમમાંથી નીકળે છે.

ઉત્તર ભારતમાં 5 ઓગસ્ટે ભાદ્રપદ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનો આવે છે. મુહૂર્તનો સમય 5 ઓગસ્ટના દિવસે મધ્યહ્ન 12 કલાક થી લઈને 15 મિનિટની આજુબાજુનો છે. આ દુર્લભ અભિજિત મુહૂર્તને કાશીના પ્રકાંડ વિદ્વાન એવા ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા કાઢવામાં આવ્યું છે.

આ અભિજિત મુહૂર્તમાં શિલાન્યાસને સુનિશ્ચિત કરવા માટે કાશી વિદ્વત પરિષદના મંત્રી એવાં પ્રો. રામનારાયણ દ્વિવેદીની સાથે કુલ 3 આચાર્ય નજર રાખશે. દેશના અલગ-અલગ રાજ્યમાંથી આવેલ વૈદિક આચાર્યો 3 ઓગસ્ટથી શિલાન્યાસની શરૂઆત કરશે. શિલાન્યાસની શરૂઆત મહાગણેશ પૂજનથી થશે. શિલાન્યાસમાં ગણતરીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મંત્રી મુરલીમનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી સહિતનાં તમામ રાજ્યના CM પણ સામેલ છે.

પ્રો. દ્વિવેદીએ જણાવતાં કહ્યું, કે પહેલાં દિવસે મહાગણેશ પૂજનની સાથે પંચાગ પૂજન થશે. બીજા દિવસે એટલે કે 4 ઓગસ્ટના રોજ સૂર્ય સહિતનાં નવગ્રહની પૂજા કરવામાં આવશે. 5 ઓગસ્ટના રોજ વરુણ, ઈન્દ્ર સહિતનાં દેવતાઓની પણ સાથે પૂજા થશે. પાયો પહેલેથી જ ખોદીને રાખવામાં આવશે. વડાપ્રધાનને અડધી મિનિટમાં જ શિલાન્યાસની સામગ્રીને સંકલ્પની સાથે સ્પર્શ કરીને પાયામાં સ્થાપિત કરવાની રહેશે.

આ શુભ મુહૂર્ત અંગે ઘણાં વિદ્વાનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રો. દ્વિવેદીએ જણાવતાં કહ્યું કે, ભારતની ભૂમિનો આકાર ખુબ વિશાળ છે. રાષ્ટ્રીય બાબતોમાં શુભ મુહૂર્તને આખાં દેશના સંદર્ભમાં નક્કી કરવાનું સારું રહે છે. કાશી વિદ્વત પરિષદ એ દેશની ટોચની સંસ્થા તરીકે ઓળખાય છે, તેથી શિલાન્યાસના શુભ મુહૂર્ત પર પ્રશ્ન ઉઠાવવો એ યોગ્ય નથી.

રામાનંદી પરંપરાથી શિલાન્યાસ  થશે: આચાર્ય સત્યેન્દ્ર દાસ

આ બાજુ, રામમંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવતાં કહ્યું, કે આ રામલલ્લાના મંદિરનો શિલાન્યાસ છે, આથી રામાનંદી પરંપરાથી જ પૂજા કરવામાં આવશે. 5 શિલાઓ નંદા, જયા, ભદ્રા, રિક્તા અને પૂર્ણાની પણ પૂજા કરવામાં આવશે. 4 શિલાઓ ચારેય દિશામાં અને 1 વચ્ચે મુકાય છે. શિલાઓનેપિત કર્યા બાદ તેમાં તમામ નદીઓ અને સમુદ્રનું જળ પણ અર્પિત કરવામાં આવશે.

તમામ તીર્થો ઉપરાંત ગૌશાળા અને અશ્વશાળાની માટી તથા ઔષધિઓની પણ પૂજા કરવામાં આવશે. પૃથ્વી શેષનાગના ફેણ પર ટકેલી છે, અને શેષનાગ એ કચ્છપના ઉપર છે, એટલે કે ચાંદીના શેષનાગ અને કચ્છપને પંચધાતુ અને પંચરત્નોની સાથે કાંસ્ય કળશમાં સ્થાપિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *