હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે ભારત-ચીનની વચ્ચે વિવાદ પણ ચાલી રહ્યો છે. મોદી સરકાર દ્વારા ચીનની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાનું કાર્ય ખુબ જ ઝડપથી ચાલુ કરી દીધું છે. તેમજ ‘આત્મનિર્ભર ભારત’ માટે પણ આગળ વધી રહ્યું છે.
રક્ષા મંત્રાલય તરફથી આત્મનિર્ભર ભારત બાજુ મોટું પગલું ભરવામાં આવિ રહ્યું છે. હવે અંદાજે કુલ 101 ઘાતક હથિયારો તથા જરૂરીયાતનાં સામાનને ભારતમાં જ બનાવવામાં આવશે. આવનાર સમયમાં પણ તેનાં ઈમ્પોર્ટને બિલકુલ બંધ જ કરી દેવામાં આવશે.
રક્ષામંત્રી રાજનાથસિંહનું માનવું છે, કે 15 ઓગસ્ટનાં રોજ જ્યારે PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ભાષણ આપશે, ત્યારે ભારતની માટે એક નવાં જ અવસરની પણ ઘોષણા કરશે. એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે જણાવતાં કહ્યું કે, રક્ષા ક્ષેત્રમાં કુલ 101 સામાનને ઘરમાં જ બનાવવાનાં નિર્ણય ખુબ જ વિશાળ વિઝનવાળો નિર્ણય છે.
એને જ આગળ વધારતાં 15 ઓગસ્ટનાં રોજ PM મોદી ‘આત્મનિર્ભર ભારત’ બાજુ જ નવી લકીર પણ ખેંચશે. રક્ષામંત્રીએ જણાવતાં કહ્યું કે, કોરોના સંકટને લીધે જણાઈ આવે છે, કે દેશને આત્મનિર્ભર બનાવવાની ખુબ જ જરૂર છે તથા બહારની વસ્તુઓ પર પણ નિર્ભર રહી શકતાં નથી.
ભારત સરકાર દેશની સંપ્રભુતાને કોઈ પણ પ્રકારની હાનિ નહીં જ પહોંચવા દે. રાજનાથ સિંહે જણાવતાં કહ્યું કે, ડિફેન્સ સેક્ટરમાં ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નાના સામાનની સાથે જ હવે મોટા હથિયારો પણ દેશમાં જ બનશે. ટૂંક સમયમાં જ ભારત આ હથિયારોને એક્સપોર્ટ પણ કરી શકશે.
રવિવારનાં રોજ કુલ 101 હથિયારોને ઈમ્પોર્ટ પર તબક્કાવાર પ્રતિબંધ પણ લગાવવામાં આવશે. આ હથિયારોને ઈમ્પોર્ટને વર્ષ 2020-2024 સુધીમાં રોક લગાવી દેવામાં આવશે. આ દરમિયાન દેશમાં બનાવવાં માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે.
અહી ઉલ્લેખનીય છે, કે PM મોદીએ કુલ 20 લાખ કરોડનાં ‘આત્મનિર્ભર ભારત’ પેકેજની જાહેરાત પણ કરી શકે છે. જેની હેઠળ MSME સેક્ટર, નાના કારોબારીઓને સહાય આપવી તથા લોન પણ આપવામાં આવી રહી છે. આ જાહેરાત પછીથી જ જુદાં-જુદાં મંત્રાલયોએ પોતાનાં સ્તર પર સ્વદેશી સામાનને પ્રમોટ કરવાં, વિદેશી સામાન પર રોક લગાવવાનું પણ એલાન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP