PM મોદીનાં આ 5 મોટાં સપનાં જે સાચા થયા તો બદલાઈ જશે દેશની તસવીર

PM નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિન છે. તેઓનાં વિશે કહેવામાં આવે છે કે, તેઓ જે પણ કામ કરતાં પહેલાં એક ધ્યેય નક્કી કરી દે છે. આર્થિક રીતે દેશની તસ્વીર બદલવા માટે તેઓએ લકીર ખેંચી છે. વર્ષ 2014માં જ્યારે તેઓ પ્રથમ વખત PM બન્યા હતાં ત્યારે તેઓએ ‘સ્વચ્છ ભારત’ તેમજ તમામ પરિવારને બેંકિંગ સિસ્ટમ જોડવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે એ માત્ર એક સપનું લાગતું હતું પરંતુ આજે આ સપનું સાકાર કરીને બતાવ્યું છે. તો ન્યુ ઈન્ડિયાને બનાવવાં માટે PM નરેન્દ્ર મોદીએ કુલ 5 મોટાં સપનાં જોયા છે. જે સાકાર થતાં જ દેશની તસ્વીર બદલાઈ જશે એ નક્કી જ છે.

1. આત્મનિર્ભર ભારત :
કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ આર્થિક રીતે ત્રસ્ત થઈ ગયું છે. આ મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર પણ તોડી નાખી છે પણ આ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાં માટે PM નરેન્દ્ર મોદીએ 12 મે વર્ષ 2020 નાં રોજ રાષ્ટ્રને સંબોધન કરતાં ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું સૂત્ર આપ્યું હતું.

PM નરેન્દ્ર મોદીનું એવું જણાવવું છે કે, કોરોનાની મહામારી બાદ નવું ભારત ઉભરી આવશે, જે આત્મનિર્ભર રહેશે. આ અભિયાન સુધી પહોંચવા માટે કુલ 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનો ઉપયોગ કરવામાં આવશે. જે દેશની GDP નાં અંદાજે કુલ 10% છે. PM નરેન્દ્ર મોદીનાં પ્રયાસો કે ભારતને આગામી કેટલાક વર્ષોમાં ભારત પોતાની જરૂરિયાતની કેટલીક વસ્તુઓ માટે પોતાના પર નિર્ભર થઈ જાય.

2. 5 ટ્રિલિયન ઈકોનોમી :

PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-’25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને કુલ 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. કોરોના મહામારીએ ભલે આ લક્ષ્યને મુશ્કેલ બનાવી દીધો છે પણ હજુ PM નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. અર્થતંત્રના આ ધ્યેય સુધી પહોંચવા માટે માર્ગમાં કેટલાંક પડકારો રહેલાં છે.

કુલ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર ચર્ચા દરમિયાન PM નરેન્દ્ર મોદીએ જણાવતાં કહ્યું હતું કે, આ વિચાર અચાનક એમના મનમાં આવ્યો નથી. એ દેશની તાકાતની ઊંડાણપુર્વકની સમજ પર આધારિત છે. કુલ 130 કરોડ ભારતીયોનાં સપનાની સાથે સંબંધિત આ શપથ છે.

3. ખેડૂતોની આવક બમણી કરવી :
કોરોનાની મહામારીમાં પ્રતિબંધોને લીધે અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે પણ સારા કૃષિ ઉત્પાદનથી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા થોડાંક વર્ષોમાં કૃષિનાં વિકાસ માટે કેટલાંક પગલાઓ લેવામાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાનો ધ્યેય રાખ્યો છે.

હવે સરકારનું સંપૂર્ણ ધ્યાન ખેડૂતોની આવક વધારવા માટેની યોજનાઓનો અમલ કરવાં પર રહેલું છે. કોંગ્રેસની ઉતરપ્રદેશની સરકાર દ્વારા વર્ષ 2009-2014 સુધી કુલ 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014-’18ની વચ્ચે માત્ર 4 જ વર્ષમાં કુલ 694 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતા.

4. હર ઘર જલ યોજના :
દેશમાં હજુ પણ લોકોને પીવાનું પાણી મેળવવાં માટે અમુક કિલોમીટર ચાલીને જવું પડતું હોય છે. એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-’21 નાં બજેટમાં ‘જલ જીવન મિશન’ અથવા તો ‘હર ઘર જલ યોજના’ ની જાહેરાત કરવામાં આવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ દેશના બધાં જ ઘરોમાં પાઈપલાઈન મારફતે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનો રહેલો છે.

આ ધ્યેયને પૂરો કરવાં માટે વર્ષ 2024 સુધીનો સમય નક્કી કરવામાં આવેલો છે. આ યોજના પર સરકાર કુલ 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. તમામ લોકોને ઘરે પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. હાલમાં ફક્ત 50% ઘરોમાં પાઇપલાઇનમાંથી શુધ્ધ પાણીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

5. વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાં :

મોદી સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાનું વચન આપવામાં આવ્યું છે. નવેમ્બર વર્ષ 2016માં PM હાઉસિંગ સ્કીમ (ગ્રામીણ) લોન્ચ કરવામાં આવી હતી. PM આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ તમમ લાભાર્થીને કુલ 1.20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે.

જેમાં કેન્દ્ર તેમજ રાજ્યની વચ્ચે કુલ 60:40નો રેશિયો રhelo છે. વર્ષ 2022 સુધીમાં સરકાર દ્વારા 2.95 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં PM આવાસ યોજનાનો લાભ લોકોને પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *