PM મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ભર્યું ઉમેદવારી ફોર્મ

PM Modi filled nomination form: હાલ દેશમાં લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પુરા થઈ ગયા છે. હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ચાલી રહ્યા છે. આ દરમિયાન, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક (PM Modi filled nomination form) પરથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

નોમિનેશન દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત લગભગ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમની સાથે હાજર હતા. આ સિવાય અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ વારાણસી પહોંચ્યા હતા.

વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડશે
કોંગ્રેસે PM મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. મળતી માહિતી અનુસાર, PM મોદી વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા સીટ પરથી તેઓ બે વખત મોટી જીત મેળવી ચૂક્યા છે.

પીએમ મોદીનો ભવ્ય રોડ શો
રોડ શો દરમિયાન રથ ઉપર PM મોદીની સાથે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવાર હતા. રસ્તા પર બન્ને નેતાઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી ક્યારેક હાથ જોડીને તો ક્યારેક હાથ હલાવીને સમર્થકોનો આભાર માનતા જોવા મળી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે નોમિનેશન પહેલા પીએમ મોદીએ ગંગા ઘાટ પર પૂજા કરી હતી. વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા કર્યા બાદ પીએમ મોદી એક ક્રૂમાં નમો ઘાટ જવા રવાના થયા હતા. રોડ માર્ગે કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા બાદ પીએમ મોદી કલેક્ટર કચેરી જવા રવાના થશે. જોકે, નોમિનેશન પહેલા પીએમ મોદી ભાવુક દેખાયા હતા. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમએ કહ્યું કે મારી માતાના મૃત્યુ બાદ હવે ગંગા મારી માતા છે.