ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેગનને મોટો આંચકો આપ્યો છે. ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ સરકારે ચીન પર ડિજિટલ સ્ત્રાઈક કરી છે. આ બધાની વચ્ચે, પીએમ મોદીએ હવે એપ્સના મામલે ભારતને આત્મનિર્ભર બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે શનિવારે કહ્યું હતું કે, તેઓ સ્વનિર્ભર ઇન્ડિયા એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, આપણા યુવાનોએ આગળ આવવું જોઈએ અને ટ્વિટર, ફેસબુક અને ટિકટોક જેવી ભારતીય એપ્સ બનાવો. હું પણ તેમાં જોડાઈશ. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, મેડ ઈન ઈન્ડિયા એપ્સ બનાવવા માટે આજે તકનીકી અને સ્ટાર્ટઅપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે. તેથી @GoI_MeitY અને @AIMtoInnovate નવીનતા પડકાર શરૂ કરી રહ્યા છે.
Today there is immense enthusiasm among the tech & start-up community to create world class Made in India Apps. To facilitate their ideas and products @GoI_MeitY and @AIMtoInnovate are launching the Aatmanirbhar Bharat App Innovation Challenge. https://t.co/h0xqjEwPko
— Narendra Modi (@narendramodi) July 4, 2020
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જો તમારી પાસે આવું ઉત્પાદન છે અથવા તમને લાગે છે કે તમારી પાસે કંઈક સારું કરવાની દ્રષ્ટિ અને ક્ષમતા છે તો ટેક કમ્યુનીટી સાથે જોડાઓ. વડા પ્રધાન મોદીએ લિંક્ડઇન પર પોતાના મંતવ્યો આપ્યા છે.
ભારત સરકારે ચીનની અનેક એપ્લિકેશન પર પ્રતિબંઘ મૂકી દીધો છે. જે એપ્લિકેશન ભારતમાં ખૂબ લોકપ્રિય રહી હતી. બોર્ડર પર ચીનના નાના-મોટા છમકલા જોઈને અને આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. જોકે, ભારતના આ નિર્ણય બાદ ચીન રોષે ભરાયો છે. ચીનની જે એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમાં ટિકટોક અને યુસી બ્રાઉઝરનો સમાવેશ થાય છે. જે ભારતમાં ખૂબ લોકપ્રિય રહી હતી.
Today there is immense enthusiasm among the tech & start-up community to create world-class Made in India Apps. To facilitate their ideas and products, Ministry of Electronics & IT and Atal Innovation Mission are launching the Aatmanirbhar Bharat App Innovation Challenge: PM Modi pic.twitter.com/c1KK5yHTgu
— ANI (@ANI) July 4, 2020
ચીન સામે સરકાર આક્રમક બની હતી
તમને જણાવી દઈએ કે, 15 જૂનની ઘટના બાદ મોદી સરકાર ચીન સામે ખૂબ આક્રમક બની છે. શુક્રવારે પીએમ મોદીએ લેહની મુલાકાત લીધી અને નામ લીધા વિના ચીન પર હુમલો કર્યો. પીએમ મોદીએ અહીં સૈનિકોને પ્રોત્સાહિત કર્યા. લેહમાં ઘાયલ સૈનિકો સાથેની મુલાકાત દરમિયાન વડા પ્રધાને કહ્યું કે, ભારત ઝૂક્યું નથી અને ભવિષ્યમાં ઝુકશે પણ નહીં.
ચીન પર નિશાન સાધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિસ્તરણવાદનો યુગ પૂરો થઈ ગયો છે. હવે ઉત્ક્રાંતિનો સમય છે. વિકાસવાદ માત્ર ઝડપથી બદલાતા સમયમાં જ સંબંધિત છે. વિકાસવાદ માટેની તક છે અને વિકાસવાદ એ ભવિષ્યનો આધાર છે. પીએમ મોદીના નિવેદનથી ચીન મરચું પડ્યું. નવી દિલ્હીમાં ચીની દૂતાવાસે કહ્યું છે કે અમને વિસ્તરણવાદી કહેવું પાયાવિહોણું છે. અમે 14 માંથી 12 પાડોશી દેશો સાથે સરહદ વિવાદો સમાધાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news