30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદ આવી રહ્યાં છે. જ્યારે પીએમ મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની ચાંગોદરમાં આવેલ ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત લેશે. કંપની બહાર હેલિપેડ બનાવામાં આવ્યું છે તેમજ રસ્તાઓ રિસરફેસ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સજ્જ કરવામાં આવ્યો છે.
ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે PM મોદી પ્લાન્ટની મુલાકાત લેશે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, પીએમ મોદી ઝાયડસ કોવિડ રસીની સ્થિતિનું નિરિક્ષણ કરવા શહેરમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે PM મોદી શનિવારે અમદાવાદ ઉપરાંત પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત પણ લેવા જઈ રહ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવારને મળવા પણ ગયા હતા. અહીં દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન કેવડિયા પહોંચ્યા જ્યાં તેમણે ‘આરોગ્ય વન’નું ઉદ્ઘાટન કર્યું હતું.
30 ઓક્ટોબરે અમદાવાદ આવ્યા હતા મોદી
29 ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 30 ઓક્ટોબરે કેવડિયા જવાની જગ્યાએ તેઓ અમદાવાદ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવારને મળવા ગયા હતા.
30-31 ઓક્ટોબરે કેવડિયામાં કર્યું 17 પ્રોજેક્ટનું લોકાર્પણ
અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle