ભારતના વિશ્વ વિખ્યાત શેફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના દર્દીઓ માટે બન્યા “અન્નપૂર્ણા”

હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા…

હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વૉરિયર્સને યથાશક્તિ મદદરૂપ બની રહી છે. ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ શ્રી સંજીવ કપૂરે (sanjeev kapoor) અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે અન્ય સેવાભાવી દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ ટાઈમ વિના મૂલ્યે ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે.

આ માટે શ્રી સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં ૧૨ શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીડું ઝડપ્યું છે અને આ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે તેઓ અન્નપૂર્ણા બન્યા છે.

શ્રી કપૂર દૃઢપણે માને છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે, તો તેમનામાં નવઊર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રૂષા કરી શકશે.

સિવિલ 1200 બેડની હોસ્પિટલમાંથી મેડિસિટી કેમ્પસની અન્ય હોસ્પિટલમાં દર્દીઓને રીફર કરવામાં આવે છે. ત્યારે 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ફરી એકવાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઈનો લાગી છે. અગાઉ લોકોને 8 -10 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમનો દાખલ થવા માટે નંબર આવતો હોય છે.આ સમયગાળા દરમિયાન કેટલાક સેવાભાવી લોકો સતત આ દર્દીઓને અને તેમના સ્વજનોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે, બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત શૅફ શ્રી સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે શ્રી કપૂરની સેવાભાવનાને બિરદાવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *