Israel Hamas War: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો (Benjamin Netanyahu) ફોન આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રી મોદીને (PM Modi) હાલમાં ચાલી રહેલા ઈઝરાયેલ- હમાસ સંઘર્ષમાં થયેલા તાજેતરના ડેવલપમેન્ટની જાણકારી આપી. બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વસ્તી માટે સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ બંધકોની મુક્તિ સહિત સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ નિરાકરણ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube