સુરત પોલીસે બાતમીને આધારે વાહન ચોરતા રીઢા ગુનેગારને ઝડપ્યો, 2 બાઇક જપ્ત કરી

Vehicle thief arrested in Surat: સુરત પોલીસે વધુ એકવાર વાહનચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ઉત્રાણ પોલીસની ટીમે ચોરીની બાઈક સાથે આરોપીને પકડી પાડી વાહન…

Vehicle thief arrested in Surat: સુરત પોલીસે વધુ એકવાર વાહનચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ઉત્રાણ પોલીસની ટીમે ચોરીની બાઈક સાથે આરોપીને પકડી પાડી વાહન ચોરીનોનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત શહેરમા બનતા વાહનચોરીના ગુનાની ગંભીરતાથી નોંધ લઇ ઉત્રાણ પોલીસે આકરી કાર્યવાહી કરે છે.(Vehicle thief arrested in Surat) ઉત્રાણ પોલીસે બે બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

રાજ્યમાં ઠંડીનું જોર વધતા ચોરોનો પણ આંતક વધતો જોવા મળી રહ્યો છે. શહેર હોય કે ગામડું ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો હાથ સાફા કરી જતા હોય છે. ત્યારે સુરત શહેરમાં પણ ચોરોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ઉત્રાણના બે અલગ અલગ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉં બે બાઈકની ચોરી થઇ હતી. જેની ફરિયાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. ફરિયાદના આધારે બાઈક ચોરને પકડવા એક ટીએ કામે લાગી હતી. જયારે ગતરોજ બાતમીના આધારે કિશન ઉર્ફે ઇશાન ઉર્ફે કાનો હરેશભાઈ ધમાલિયા ચોરીની બાઈક લઈને ફરતો જોવા મળ્યો હતો.

ઉત્રાણ પોલીસે બાતમીના આધારે વી.આઇ.પી.સકકલ થી ચોરીની ડ્રીમ યુગા મોટરસાઇકલ સાથે આરોપી કિશન ઉર્ફે ઇશાન ઉર્ફે કાનો હરેશભાઇ ધામેલીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે યુવક ઉત્રાણના દેવીકૃપા સોસાયટીમાં રહે છે. અને મૂળ ભાવનગરનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી પાડ્યો હતો.

પોલીસે યુવક પાસેથી હોન્ડા ડ્રીમ યુગા કાળા કલરની લાલ પટ્ટાવાળી જેનો રજી.નં.GJ-05-PF-0676ની છે. તથા ચેચીસ નં.ME4JC58DHGHT026255 તથા એન્જીન નં.JC58ET6026344નો છે. હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સાઇન મોટર સાયકલ જેનો રજી.નં.GJ-05-GH-3147, એન્જીન નં.-JC36E2059020 અને રોકડ રૂપિયા સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે યુવક પર અગાઉ પણ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *