13,600 કરોડનું કૌભાંડ કરીને ભાગી છુટેલા નિરવ મોદીનું નિવેદન ‘હું નિર્દોષ છું; હું ભારત નહીં આવુ’

Published on: 11:14 am, Sat, 5 January 19

બેંકનાં કૌભાંડી અને 13,600 કરોડનું કૌભાંડ કરીને ભારત છોડી ભાગી છુટેલા નિરવ મોદીએ એવુ નિવેદન આપ્યુ છે કે, તે પોતે નિર્દોષ છે અને તેણે કાંઇ ખોટુ કર્યુ નથી.

પંજાબ નેશનલ બેંકેનાં કૌભાંડને વધુ પડતુ ચગાવવામાં આવ્યુ છે અને મને ભારતમાં મારા માટે સલામતીનો ડર ઉભો થાય છે અને એટલા માટે હું ભારત પર ફરીશ નહીં.

ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે કોર્ટમાં નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની અરજી કરી હતી તેના જવાબમાં નિરવ મોદીએ કહ્યું કે, પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડને વધુ પડતુ ચગાવવામાં આવ્યુ છે અને તેણે કશું ખોટુ કર્યુ નથી એટલા માટે તે ભારત પરત આવશે નહીં. 47 વર્ષનો નિરવ મોદી હાલ ઇંગ્લેન્ડમાં રહે છે અને એવા અહેવાલો પ્રાપ્ત થયા છે તે, ઇંગ્લેન્ડમાં તે શરણ લેવા માંગે છે.

ભારતને નિરવ મોદીને પાછો લાવવા માટે પાછા લાવવા માટે પ્રત્યાર્પણ માટેની અરજી કરી દીધી છે અને આ પ્રત્યાત્પણ અરજી હાલમાં વિચારણા હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિરવ મોદીનાં કાકા મેહુલ ચોક્સીએ ભારત પાછા આવવાની ના પાડી દીધી હતી અને એવું કારણ આપ્યુ હતું કે, તેની તબિયત સારી નથી.

જો કે, મેહુલ ચોક્સીએ કહ્યું કે, ભારતમાં ચાલી રહેલી તપાસમાં તે વીડિયો કોન્ફરન્સ દ્વારા તે વાત કરશે. આ દરમિયાન, ઇન્ફોર્સમેન્ટે મેહુલ ચોક્સીની 13 કરોડ રૂપિયાની થાઇલેન્ડની સંપતિ જપ્ત કરી લીધી છે.