બુટ પહેરવા જતા સાત વર્ષના બાળકને મળ્યું ધ્રુજાવી દેતું મોત, ૭-૭ વાર આવ્યો હાર્ટ એટેક- જાણો એવું તો શું થયું…

દક્ષિણ અમેરિકા(South America)ના દેશ બ્રાઝિલ(Brazil)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળક જ્યારે બુટ પહેરી રહ્યો હતો ત્યારે પગ નાખતા જ તડપવા લાગ્યો…

દક્ષિણ અમેરિકા(South America)ના દેશ બ્રાઝિલ(Brazil)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળક જ્યારે બુટ પહેરી રહ્યો હતો ત્યારે પગ નાખતા જ તડપવા લાગ્યો હતો. વાસ્તવમાં, જ્યારે બાળક બુટ પહેરી રહ્યો હતો, ત્યારે તેને ખબર નહોતી કે દક્ષિણ અમેરિકાની સૌથી ખતરનાક પ્રજાતિનો એક વીંછી તેની અંદર રાહ જોઇને બેઠો છે. વીંછીના ડંખ બાદ બાળકને એક પછી એક 7 હાર્ટ એટેક(Heart attack) આવ્યા અને પછી બાળકનું મોત થયું. બાળકના મોતના સમાચાર ફેલાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

વીંછીના કરડવાથી આઘાતજનક મૃત્યુ
ધ મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ બાળકનું નામ બાર્બોસા હતું. તે માત્ર 7 વર્ષનો હતો. બુટમાં બેઠેલા વીંછીના ડંખને કારણે માસૂમનું દર્દનાક મોત થયું હતું. વીંછીએ ડંખ માર્યા બાદ બાળકીને પીડા થવા લાગી ત્યારે માતા-પિતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

બાળકને 7 વખત હાર્ટ એટેક આવ્યો હતો
બાર્બોસાની માતાએ જણાવ્યું કે તે બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહે છે. તેમનો પરિવાર કેમ્પિંગ ટ્રીપ માટે તૈયાર થઈ રહ્યો હતો અને ત્યારે જ આ દુ:ખદ ઘટના બની. તેના બાળકને વીંછીએ ડંખ માર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલા બાળકને 7 વખત હાર્ટ એટેક આવ્યો હતો.

આ પ્રજાતિના વીંછીએ બાળકને ડંખ માર્યો હતો
તેણે કહ્યું કે જ્યારે તેણે બાર્બોસાના રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તે પહેલા સમજી શકી નહીં કે તેને કોણે ડંખ માર્યો હતો. પછી તેનો પગ લાલ થવા લાગ્યો અને દુખાવો ઘણો વધી ગયો. પછી તેણે વિચાર્યું કે તે વીંછી હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 વર્ષના બાળક બાર્બોસાને બ્રાઝિલના પીળા સ્કોર્પિયને ડંખ માર્યો હતો. તે દક્ષિણ અમેરિકામાં સૌથી ખતરનાક વીંછી છે. તેનું ઝેર ખૂબ જ ઘાતક છે. બાર્બોસાની માતાએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલા તેની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો, પરંતુ બાદમાં જ્યારે તેને વારંવાર હાર્ટ એટેક આવ્યો ત્યારે તેણે જીવ ગુમાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *